News Portal...

Breaking News :

ગાંધીનગરના પીપળજ પાસેથી ડ્રગ્સની ફેક્ટરી ઝડપાઈ.

2024-04-27 18:41:07
ગાંધીનગરના પીપળજ પાસેથી ડ્રગ્સની ફેક્ટરી ઝડપાઈ.

ગુજરાત ATS અને NCBએ આજે રાજસ્થાન અને ગુજરાતમાં મોટી કાર્યવાહી કરીને રાજસ્થાનમાંથી ડ્રગ્સની બે ફેક્ટરી તેમજ ગુજરાતમાંથી 1 ફેકટરી ઝડપી પાડી છે. ગુજરાતના ગાંધીનગર પાસે પકડાઈ એક ફેક્ટરીમાંથી 25 કિલોથી વધુ એમડી ડ્રગ્સ જપ્ત કરાયું છે. કાર્યવાહી દરમિયાન કુલ 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે. રાજસ્થાન અને ગુજરાતમાં મોટી કાર્યવાહી કરીને ડ્રગ્સ બનાવતી ત્રણ ફેકટરી ઝડપી લીધી છે આ ત્રણે ફેક્ટરી માંથી ગુજરાતના ગાંધીનગરથી ઝડપાયેલ ફેક્ટરીમાંથી 25 કિલોથી વધુ એમડી ડ્રગ્સ જપ્ત કરાયું છે.મળતી માહિતી મુજબ ગુજરાત ATS અને NCBએ આજે રાજસ્થાન અને ગુજરાતમાં મોટી કાર્યવાહી કરીને રાજસ્થાનમાંથી ડ્રગ્સની બે ફેક્ટરી તેમજ ગુજરાતમાંથી 1 ફેકટરી ઝડપી પાડી છે. ગુજરાતના ગાંધીનગર પાસે પકડાઈ એક ફેક્ટરીમાંથી 25 કિલોથી વધુ એમડી ડ્રગ્સ જપ્ત કરાયું છે. કાર્યવાહી દરમિયાન કુલ 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ગાંધીનગર પાસેથી ડ્રગ ફેક્ટરી ઝડપાઈ છે રાજસ્થાન અને ગુજરાતમાં જોઈન્ટ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતુ જેમાંથી રાજસ્થાન માંથી 2 અને ગુજરાતના ગાંધીનગર માંથી એક ફેક્ટરી ઝડપાઈ છે ગાંધીનગરમાંથી મળી આવેલી ફેક્ટરીમાં ડ્રગ્સ બનાવાની કામગીરી ચાલી રહી હતી અને અહીં ફેક્ટરીમાંથી જ સપ્લાય કરવામાં આવી રહ્યું હતુ.

આ મામલે ગુજરાત DGP વિકાસ સહાયએ જણાવ્યું હતું કે, ગાંધીનગરના પીપળજ પાસેથી ડ્રગ્સની ફેક્ટરી ઝડપાઈ છે. ફેક્ટરીમાંથી સિન્થેટીક્સ ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. 25 કિલો ડ્રગ્સનો જથ્થો જપ્ત, 10ની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત અને રાજસ્થાનમાં ડ્રગ્સને લઈ તપાસ ચાલી રહી છે. આ ફેક્ટરીમાં બનાવવાનો કાચો માલ પણ મળી આવ્યો હતો. આ સાથે રાજસ્થાનમાં 2 જગ્યાએ ATSની તપાસ ચાલી રહી છે.

Reporter: News Plus

Related Post