વડોદરા : વડસર ખિસકોલી રોડ પાસે એક કાર ચાલે કે નશાની હાલતમાં અકસ્માત કર્યો હતો. ત્યારબાદ ગાડી સાઈડ પર પાર્ક કરીને ગાડીમાંથી ફરાર થઈ ગયો છે.

પોલીસને આ વિષય પર ખબર પડતા તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી. વડોદરામાં દિવસમાં પણ ડ્રીન્ક એન્ડ ડ્રાઈવ કિસ્સામાં વધારો જોવા મળી રહ્યો છે ગાડીમાંથી એક ગ્લાસમાં દારૂ ભરેલી અને પાછળની સાઈડ ખાલી બોટલ જોવા મળી છે. ચોક્કસ રીતે ડ્રાઇવર નશાની હાલતમાં હોય અને ત્યારબાદ ગાડીને અકસ્માત કરી ફરાર થયો છે

જેથી વડોદરા પોલીસ હવે તેને શોધખોળ કરવા માટેની કામગીરી આગળ હાથ ધરવામાં આવી છે સવાલ એ ઉભા થાય છે કે હવે વડોદરા પોલીસને દિવસમાં પણ ગાડીઓની ચેકિંગ હાથ કરવી પડશે કેમકે દિવસ માં પણ હવે દારૂ પીને ગાડી ચલાવીને અન્ય લોકોના જીવ પણ મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે.




Reporter: admin







