વડોદરા : ગળતેશ્વર તાલુકાના કુણી ગામે થીં પસાર થતાં વનોડા ગામને જોડતાં રોડની સાઈડમાં મસ મોટા ઝાડી ઝાંખરા વધી જવાથી વાહન ચાલકોને અકસ્માત થવાનો ભય રહે છે.

ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના કુણી ગામમાં થીં પસાર થતાં વંનોડા ઞામને જોડતાં રોડની સાઈડમાં કેનાલ ખાતાં તથા ફોરેસ્ટ વિભાગ દ્વારા રોપવામાં આવેલ ઝાડની ડાળીઓ ને કારણે રોડ ઢંકાઈ ગયો છે આને કારણે વાહનચાલકોમાં અકસ્માત થવાનો ભય રહે છે. આ કુણી માર્ગ ઉપરથી પસાર થાય છે અને કુણીથી મેનપુરા તરફ વનોડા ઞામ તરફથી આવતા વાહનો ચાર રસ્તા પાસે અકસ્માત થવાનો ભય રહે છે ત્યારે સામેથી આવતા વાહનો જોઈ શકાતા નથી કુણી ગામમાં આવેલા કેનાલમાં કપડાં ધોવા જતા પગથીયાની આજુબાજુમાં મસમોટા ઝાડી ઝાંખરા વધી જવાથી ઞામ લોકો ને મુશ્કેલીમાં વધારો થયો છે

ત્યારે કેનાલ વિભાગના અધિકારીઓ દ્વારા આ ઝાડ કાપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી રહી છે. આ માર્ગેથી સેવાલિયા અને થર્મલ નોકરીયાતો જતા હોય છે ત્યારે કુણી ઞામના સ્થાનિક હુસેનભાઇ શેખ દ્વારા રજુઆત કરવામાં આવી હતી કુણી ઞામે આવેલા કપડાં ધોવા માટે બહેનોને ઉતરવા માટે પગથિયા પાસે મસ મોટા ઝાડી ઝાંખરા વધી જવાથી બહેનોને ભય રહે છે માટે ફોરેસ્ટ વિભાગ અને કેનાલ ખાતાંનાં અધિકારીઓ અને તંત્ર દ્વારા સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે તેવી ગ્રામજનોની માંગ છે.

Reporter: admin