ડભોઈ: ધોરણ 10 એસએસસી બોર્ડ પરીક્ષાનું, વડોદરા જિલ્લાનું પરિણામ 76. 65ટકા અને ડભોઈ કેન્દ્રનું પરિણામ 67 ટકા જેટલું આવ્યું છે.

જેમાં ડભોઇ તાલુકાના સાઠોદ ગામની શ્રી હાટકેશ્વર વિદ્યાલય નું 100 ટકા રીઝલ્ટ આવતા ગામોમાં ઉત્સવનો માહોલ,ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા,માર્ચ 2025 માં લેવાયેલ ધોરણ 10 એસએસસી બોર્ડ પરીક્ષાનું પરિણામ જાહેર થતાં.ડભોઈ કેન્દ્રમાં ડભોઇ તાલુકા ના 6 કેંદ્ર પૈકી 32 શાળાઓમાંથી વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, ડભોઇ તાલુકાનું પરિણામ 67 ટકા જેટલું આવ્યું અને તાલુકાના સાઠોદ ગામની શ્રી હાટકેશ્વર વિદ્યાલય શાળાનું, પરિણામ 100 ટકા આવતા ગામમાં તેમજ વિધાર્થીઓ માંઆનંદ અને ઉત્સવનો માહોલ જોવા મળ્યો,

ડભોઇ તાલુકાના સાઠોદ ગામની શ્રી હાટકેશ્વર વિદ્યાલય શાળા 2024 માં ગઈ સાલ 87 ટકા લાવી કેન્દ્ર માં પ્રથમ ક્રમે રહી હતી.જ્યારે ચાલું વર્ષે 2025 માં લેવાયેલ એસએસસી બોર્ડની પરીક્ષામાં 100% રિઝલ્ટ લાવી ડભોઇ તાલુકામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો,શ્રી હાટકેશ્વર વિદ્યાલય શાળામાં તમામ શિક્ષક સ્ટાફ શાળાનું મેનેજમેન્ટ તેમજ વિદ્યાર્થીઓ અને વાલીઓના સહયોગ અત્યારે શાળા 100%રિઝલ્ટ લાવવામાં સફળ રહી હતી,પાસ થનાર દરેક વિદ્યાર્થીઓને તેઓની શાળાના. સંચાલક મંડળ સાથે શાળાના આચાર્ય તેમજ શાળા પરિવારે અને ગ્રામજનો દ્વારા.અભિનંદન સાથે ઉત્તરોત્તર પ્રગતિ કરે તે માટે હૃદય પૂર્વક શુભેચ્છાઓ પણ પાઠવી હતી.




Reporter: admin