News Portal...

Breaking News :

જ્યુબિલિ બાગ ખાતે સંગીતપ્રેમીઓ માટે સંગીત વાદ્યો થકી સંગીત શિક્ષણ અપાશે

2025-05-13 13:26:06
જ્યુબિલિ બાગ ખાતે સંગીતપ્રેમીઓ માટે સંગીત વાદ્યો થકી સંગીત શિક્ષણ અપાશે


વડોદરા : છ જેટલા વિશેષ પ્રકારના ડિઝાઇન સાથેના સંગીત વાદ્યો મૂકવામાં આવ્યા છે જ્યાં તાલિમ વિના પણ લોકો સંગીતના સૂર રેલાવી શકશે.


શહેરના જ્યૂબેલીબાગ ખાતે સંગીતના શોખીનો માટે  રાવપુરાના ધારાસભ્ય ના સહયોગ અને માર્ગદર્શન હેઠળ છ જેટલા સંગીત વાદ્યો મૂકવામાં આવ્યા છે જેના થકી સંગીતપ્રેમીઓ સંગીત શીખી શકશે. જેનો સોમવારે સાંજે શુભારંભ કરવામાં આવ્યો હતો.કલાનગરી વડોદરા શહેરને સંગીતનું નવું નજરાણું હવે મળી ગયું છે.શહેરના જ્યુબેલી બાગ ખાતે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુકલ ના ગ્રાન્ટ માંથી ,સહયોગ અને માર્ગદર્શન હેઠળ સંગીતના વિવિધ પ્રકારના છ જેટલા સંગીત વાદ્યો મૂકવામાં આવ્યા છે. 


આ સંગીત વાદ્યો ખાસ પ્રકારની ડિઝાઇન સાથે યુ.કે. થી મંગાવવામાં આવ્યા હતા જેને સોમવારે જ્યુબેલી બાગ ખાતે મૂકવામાં આવ્યા છે. અહીં સંગીતપ્રેમીઓ પોતાના અંતરથી જે પણ સંગીત વાદ્યો મનગમતા હશે તેના સૂર રેલાવી શકશે, સંગીત શિક્ષણ થકી પારંગતતા કેળવી શકશે. અહીં ક્યુઆર કોડના માધ્યમથી મનગમતું સંગીત વાદ્ય પસંદ કરીને વગાડી શકાશે આ સંગીત વાદ્યો કોઇપણ ત્રૃતુમા ખરાબ ન થાય તે રીતે ખાસ પ્રકારે તૈયાર કરવામાં આવ્યા છે. દર શનિવારે અને રવિવારે સવારે તથા સાંજે સંગીત નિષ્ણાત ગૃપ દ્વારા જનતાને સંગીત વાદ્યો ની નિઃશુલ્ક તાલીમ આપવામાં આવશે.સોમવારે  જ્યુબેલી બાગ ખાતે શુભારંભ કરવામાં આવ્યું હતું જેમાં રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુકલ, સાંસદ ડો. હેમાંગ જોશી,શહેર ભાજપના પ્રમુખ ડો. જયપ્રકાશ સોની, મેયર પિન્કીબેન સોની, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, પૂર્વ મંત્રીઓ રાજેન્દ્ર ત્રિવેદી, ભૂપેન્દ્ર લાખાવાલા તથા પિયાનો માસ્ટર ધૃમીલ પંચોલી સહિતના સંગીત પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Reporter: admin

Related Post