સામગ્રીમાં 500 ગ્રામ કૂણી દૂધી, 250 ગ્રામ ખાંડ, 250 ગ્રામ દાનાદાર માવો, ઈલાયચી પાવડર, લેમન કલર, કાજુ, બદામ અને દ્રાક્ષ જરૂરી છે.
દૂધીને છોલી, છીણી લઇ બાફી લેવી. બફાઈ એટલે પાણી કાઢીને ખાંડ ભેળવી દેવી. અને ગરમ કરવું. થોડુ પાણી બળી જાય એટલે 1 ચમચી ઘી ઉમેરી દેવું. પાણી બિલકુલ ન રહે ત્યારે નીચે ઉતારી લેવું. માવાને ચાળી, સેકી અંદર ઉમેરી દેવો. હવે તેમાં ઉલાયચી પાવડર અને લેમન કલર ઉમેરવો. હવે થોડુ હલાવી તેલ લગાડી ઠારી લેવું. તેના પર ડ્રાયફ્યૂટના ટુકડા પાથરી લેવા.
Reporter: admin