News Portal...

Breaking News :

વોર્ડ નંબર 13 માં પીવાનું પાણી ગંદુ અને દૂષિત આવતા લોકો ત્રાહિમામ.

2024-06-20 10:33:27
વોર્ડ નંબર 13 માં પીવાનું પાણી ગંદુ અને દૂષિત આવતા લોકો ત્રાહિમામ.


શહેરનાં વોર્ડ નંબર 13 માં આવેલ ખાડિયા પોડ નંબર એક છેલ્લા છ મહિનાથી પીવાના પાણીની સમસ્યા ઊભી થઈ છે. વિસ્તારમાં દૂષિત અને ગંદુ પાણી આવવાના કારણે રોગચાળો ફેલાયો છે.


મહાનગરપાલિકા સ્માર્ટ સિટી ની વાત કરે છે  પરંતુ સ્માર્ટ સિટીમાં પ્રાથમિક સુવિધાથી નાગરિકો વંચિત છે. રોડ,રસ્તા,પીવાની પાણી સમસ્યા છે. શહેરનો એક વિસ્તાર એવો નથી કે જ્યાં ના ચોખ્ખું પીવાનું પાણી મળતું હોય. જોકે નાગરિકોને  પાણીના જગ મંગાવવાનો વારો પણ આવ્યો છે. તારે વોર્ડ નંબર 13 સમાવેશ વિસ્તારમાં સ્થાનિકોએ વારંવાર પાલિકામાં તથા પાણી પુરવઠામાં રજૂઆત કરવામાં આવી છે પણ છ મહિના સુધી  કોઈ પણ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી નહીં જેને લઈને સ્થાનિકો એકત્રિત થયા અને મીડિયા સમક્ષ આક્રોશ વ્યક્ત કર્યો હતો. વોર્ડ નંબર 13 માં આવેલ તમામ વિસ્તારોમાં છેલ્લા કેટલા સમયથી ગંદુ દૂષિત પાણીને સમસ્યા લઈને લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. વોર્ડ નંબર 13 ના વિસ્તારમાં  ત્રણ ભાજપના કાઉન્સિલર અને એક કોંગ્રેસના કાઉન્સિલર છે. 


વિપક્ષ કાઉન્સિલર બાળુ સુર્વે વિસ્તારના લોકો સાથે એકત્રિત થઈ મીડિયા સમક્ષ રજૂઆત કરી હતી કે વિસ્તારના લોકોને લઈને પાણી ઉકાળીને પીવું પડે છે જેમાં ગેસનો પણ વપરાશ થાય છે અને અમુક ઘરોમાં તો બહારથી વેચાતા પીવાના પાણીના જગો પણ મંગાવવા પડે છે. ગંદુ અને દુષિત પાણી પીવું પડશે તો લોકો બીમાર પણ પડી રહે છે જેને લઈને સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કર્યો છે. જો વહેલી તકે શુદ્ધ અને ચોખ્ખું પાણી પીવા લાયક નહીં મળે તો આગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે  માર્ગે આંદોલન કરવામાં આવશે.

Reporter: News Plus

Related Post