વડોદરા : શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી વાયરલ ઇન્ફેક્શન અને ઝાડા ઉલટીના કેસમાં વધારો જોવા મળ્યો છે.
ચેપી રોગ દવાખાનામાં દર્દીઓ મેડિકલ ચેકઅપ માટે પહોંચતા હોય છે. જ્યાં 33 જેટલા કેસો કમળો, ઝાડા ઉલટી, કોલેરા જેવા વાયરલ બીમારીના દર્દીઓ દાખલ થયા છે. આરોગ્ય વિભાગે જાહેર કરેલા રોગચાળાના આંકડામાં ડેન્ગ્યૂના શંકાસ્પદ 36 દર્દી પૈકી 6 પોઝિટિવ નોંધાયા છે.
જ્યારે ચિકનગુનિયાના શંકાસ્પદ 11 અને કમળાના શંકાસ્પદ 7 પૈકી 1 દર્દી પોઝિટિવ આવ્યો છે. મલેરિયાનાં લક્ષણો ધરાવતા 1014 લોકોના ટેસ્ટ કરાતાં 2 પોઝિટિવ આવ્યા છે.
Reporter: admin