News Portal...

Breaking News :

IMA વડોદરા શાખાના અધ્યક્ષ ડો મિતેશ શાહને આઈ એમ એ (એચ ક્યૂ) ના સ્ટેન્ડિંગ કમિટી માટે મેડિકલ સ્ટુડન્ટ નેટવર્કના નેશનલ સેક્રેટરી તરીકે નિમણૂક

2025-04-20 10:27:47
IMA વડોદરા શાખાના અધ્યક્ષ ડો મિતેશ શાહને આઈ એમ એ (એચ ક્યૂ) ના સ્ટેન્ડિંગ કમિટી માટે મેડિકલ સ્ટુડન્ટ નેટવર્કના નેશનલ સેક્રેટરી તરીકે નિમણૂક



ડો મિતેશ શાહ છેલ્લા ચાર ટર્મ થી આઈ એમ એ વડોદરા ના પ્રેસિડેન્ટ તેમજ એક વર્ષથી આઈ એમ એ ગુજરાત સ્ટેટ બ્રાન્ચ ના વાઈસ પ્રેસિડન્ટ તરીકે સેવા બજાવી રહ્યા છે. 


તદુપરાંત તેઓ વડોદરા ખાતે આવેલ સવિતા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના મેનેજિંગ ડિરેક્ટર, ભરૂચ ખાતે કાર્યરત ડૉ કિરણ પટેલ મેડિકલ કોલેજ ના ચિફ મેડિકલ ડાયરેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે સાથો સાથ તેઓ બીજેપી મધ્ય ગુજરાત પ્રદેશ ડોક્ટર સેલ ના કન્વીનર તરીકે કાર્યરત છે. ડ઼ો સેલ માં મધ્ય ઝોન માં કાર્યરત છે.ડ઼ો સેલ માં એમના સમયમાં 128 વધુ કાર્યકર્મો અને 7 વલ્ડ રેકોર્ડ માં મહત્તમ યોગદાન આપ્યું છે. જે બીજેપી ડોક્ટર સેલ માં આવો કાર્યકાળ કોઈનો રહ્યો નથી.વધુમાં ડૉ મિતેશ શાહ માંજલપુર વ્રજધામ આધ્યાત્મિક સંકુલ ખાતે શ્રી વલ્લભ સેવા ટ્રસ્ટ અને વરણામાં ખાતે શ્રી ક્રિષ્ણ એજ્યુકેશન ટ્રસ્ટ માં ટ્રસ્ટી ના હોદ્દા ઉપર સેવા આપી રહ્યા છે આઈ એમ એ વડોદરા ના પ્રેસિડન્ટ તરીકે તેઓએ વિવિધ સેવાકીય પ્રવૃતિઓ કરી, જેમાં આઓ ગાંવ ચાલે અંતર્ગત ૩ ગામ ને સ્વાસ્થ્ય સુવિધાઓ પુરી પાળવા ના હેતુસર દત્તક લેવામાં આવ્યા, તદુપરાંત વડોદરા શહેર અને જિલ્લા માં વિવિધ વિસ્તારમાં સ્વાસ્થ્ય લક્ષી સેવાઓ માટે ફ્રી નિદાન કેમ્પ યોજ્યા.


શહેર અને જિલ્લામાં સ્ત્રીઓ, બાળકો અને વૃદ્ધોને વિનામૂલ્યે આરોગ્ય સંગત કેમ્પ કર્યા જેની નોંધ નેશનલ હેલ્થ ડિપાર્ટમેંટ માં પણ લેવામાં આવી. વધુમાં તબીબી વ્યવસાય સાથે સંકળાયેલા દરેક ડોક્ટર તેમજ તેઓના સ્ટાફ વગેરે તમામ લોકોને એક સાથે રાખી ને શહેર માં સ્વાસ્થ્ય સેવાઓને વધુ શુદ્રઢ બનાવાની દિશામાં કામગીરી હાથ ધરી. ડો મિતેશ શાહ દ્વારા તબીબી જગતમાં વ્યાવસાયિક પ્રવૃત્તિઓ ની સાથો સાથ સેવાકીય કાર્ય ને પ્રોત્સાહન આપવામાં આવ્યું જે એક ઉમદા ઉદાહરણ પૂરું પાડે છે અને આજ રોજ ગુજરાત રાજ્ય ના વિવિધ શહેરો દ્વારા આવી પ્રવૃતિઓ કરવામાં આવે એ માટે અપીલ કરવામાં આવેલ છે.વડોદરા શહેર માં પ્રયાસ ના ભાગરૂપ ૫૧ જેટલા દિવ્યાંગ બાળકો ને દત્તક લઈ તેઓના સ્વાસ્થ્ય, શિક્ષણ અને સ્વાવલંબી જીવન જીવી શકે તેટલા પગભર કરવાની એક મુહિમ ચલાવી રહ્યા છે.ડો મિતેશ શાહ ને હવે રાષ્ટ્રીય સ્તરે તબીબી ક્ષેત્રે યોગદાન આપવા માટે ઉચ્ચ પદ માટે ખૂબ ખૂબ અભિનંદન

Reporter: admin

Related Post