શહેર પોલીસ દ્વારા હેલ્મેટના કાયદાનો કડક અમલ કરાવાય છે અને હેલ્મેટ ના પહેરનારા વાહનચાલકો પાસેથી દંડ વસુલાય છે પણ શહેર પોલીસ હેલ્મેટ ના પહેરનારા પોતાના જ પોલીસ કર્મચારીઓ સામે કોઇ જ કાર્યવાહી કરતી નથી.

શહેર ટ્રાફિક પોલીસના આ બેવડા ધોરણો છે. મધ્યમ વર્ગને લૂંટી લેવા માટે ટ્રાફિક પોલીસ હંમેશા તત્પર હોય છે અને જાણે ખાલી એમના જ જાનની કિંમત હોય તેમ હેલ્મેટ પહેરવાના ફાયદા ગણાવીને મધ્યમ વર્ગના હેલ્મેટ ના પહેરનારા વાહનચાલકો પાસેથી દંડ વસુલે છે ત્યારે સવાલ એ છે કે શું હેલ્મેટ ના પહેરનારા પોલીસ કર્મચારીઓને જાનનું જોખમ નથી. શું તેમને અકસ્માત થશે ત્યારે તેઓ બચી જશે તેવો સવાલ લોકો કરી રહ્યા છે. ટ્રાફિક પોલીસ ભ્રષ્ટાચારી છે તેનો આ પૂરાવો છે અને અધિકારીઓ પણ માત્ર લોકજાગૃતિ કરવાના બહાને પોતાના કર્મચારીઓને કાયદાનો ભંગ કરવાની ખુલી છૂટ આપી રહ્યા છે.
એક પોલીસ કર્મચારી તો છેક પાણીગેટથી ટ્રાફિકમાં ચાલુ વાહને ફોન પર અને હેલ્મેટ પહેર્યા વગર ક્રાઇમ બ્રાન્ચ સુધીજતો જોવા મળ્યો હતો. ત્યારે પ્રજા એ પણ સવાલ પુછી રહી છે કે શું આ પોલીસ કર્મચારી સીસી ટીવી કેમેરામાં જોવા ના મળ્યો. શું પોલીસના કાયદા માત્રને માત્ર સામાન્ય અને મધ્યમવર્ગ માટે હોય છે તે સવાલ લોકો પુછી રહ્યા છે. કે પછી આવા પોલીસ કર્મચારીના ફોટા સીસીટીવીમાં ના પડે તેવી ગોઠવણ કરાઇ છે.જો આવુ હોય તો પછી લોકોને નિયમના બહાને હેરાન કરીને દંડ કરવાનુ અને સરકારની તિજોરી ભરવાનુ બંધ કરવુ જોઇએ
Reporter: admin







