News Portal...

Breaking News :

શેઠની શિખામણ ઝાંપા સુધી જેવો ઘાટ સર્જાયો,કમિશનરનો પરિપત્ર પણ ટીપીઓ ઘોળીને પી ગયા, બપોરે કચેરી ખાલી પણ લાઇટ પંખા ચાલુ

2025-05-02 10:10:34
શેઠની શિખામણ ઝાંપા સુધી જેવો ઘાટ સર્જાયો,કમિશનરનો પરિપત્ર પણ ટીપીઓ ઘોળીને પી ગયા, બપોરે કચેરી ખાલી પણ લાઇટ પંખા ચાલુ



પાલિકામાં વીજળીની બચત કરવા માટે મ્યુનિ. કમિશનરે મહત્વનો નિર્ણય લીધો છે. પાલિકાના અલગ અલગ વિભાગમાં જ્યારે કર્મચારીઓ હાજર ન હોય અથવા લંચ બ્રેક હોય તો લાઇટ પંખા અને એડ કેન્ડિશનર જેવા વીજ ઉપકરણોને બંધ રાખવા સૂચના આપી છે. 


પણ ટાઉન પ્લાનિંગ વિભાગ આ પરિપત્રને ઘોળીને પી ગયું હોય તેમ બપોરના સુમારે ટાઉન પ્લાનિંગ કચેરી ખાલીખમ હતી પણ લાઈટ, પંખા ચાલુ હતા અને શેઠની શિખામણ ઝાંપા સુધી જેવો ઘાટ સર્જાયો હતો. તાજેતરમાં રાજ્યપાલ અને મુખ્યમંત્રીની વિડિયો કોન્ફરન્સમાં સરકારી કચેરીઓમાં વીજળીની મહત્તમ બચત થાય તે માટે આયોજન કરવા સૂચના આપવામાં આવી હતી. જેને પગલે મ્યુનિ. કમિશનર અરુણ મહેશ બાબુએ વીજળીની બચત માટે અલગ અલગ વિભાગના અધિકારી અને કર્મચારીઓને વીજળી બચાવવા માટે સૂચના આપી હતી. 


અધિકારી કે કર્મચારી જમવાના સમયે કે ઓફિસ બંધ થવાના કલાકોમાં ઉપયોગમાં ન હોય તેવા લાઈટ, પંખા અને એર કન્ડિશનરને અચૂક બંધ કરવા અને કમ્પ્યુટર સહિતના ઉપકરણો કામ હોય ત્યારે તેને બંધ કરવા સુચના અપાઇ હતી પણ ભ્રષ્ટાચાર માટે બદનામ થયેલા ટાઉન પ્લાનિંગ વિભાગ કમિશનરને પણ ગણકારતું નથી તો તેમના પરિપત્રને શું ગણકારે તેવા દ્રષ્યો આજે જોવા મળ્યા હતા અને બપોરે આખી ઓફિસ ખાલી હોવા છતાં લાઇટ અને પંખા ચાલુ જ હતા. કમિશનરે આ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓના પગારમાંથી હવે લાઇટ બિલ વસુલવું જરુરી છે તો જ આ કર્મચારીઓ અને અધિકારીઓ લાઇટ પંખા બંધ કરશે.

Reporter: admin

Related Post