News Portal...

Breaking News :

જાહેર જીવનમાં ડબલ સ્ટાન્ડર્ડ નહીં જીવવું જોઈએ: શંકરસિંહ વાઘેલા

2024-12-23 14:00:09
જાહેર જીવનમાં ડબલ સ્ટાન્ડર્ડ નહીં જીવવું જોઈએ: શંકરસિંહ વાઘેલા


અમદાવાદઃ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી સાથે ફરી રાજકારણમાં સક્રિય થયા છે. 


અમદાવાદના અડાલજમાં પાર્ટીના પ્રદેશ કાર્યાલયના ઉદ્ધાટન પ્રસંગે રાજકીય પક્ષો પર આકરા પ્રહાર કર્યા હતા. તેમજ રાજ્યમાં દારૂબંધી, ખ્યાતિ કાંડને લઈ નિવેદન આપ્યું હતું.નવી પાર્ટીની સ્થાપના કરતાં જ શંકરસિંહ વાઘેલાએ દારુ મુદ્દે નિવેદન આપ્યુ હતું. મોરારજી દેસાઈ કહેતા હતા કે જાહેર જીવનમાં ડબલ સ્ટાન્ડર્ડ ન હોવા જોઈએ. દરબારોમાં સામાન્ય પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય છે. રાજેન્દ્રસિંહે પણ કહ્યું કે તેઓ પાસે પરમિટ છે, દારૂ પીવે છે. અમુક જ્ઞાતિઓમાં સામાન્ય પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય છે, તો રાજેન્દ્રસિંહે પણ કહ્યું કે તેઓ પાસે પરમિટ છે અને દારૂ પીવે છે. એમને કીધેલું કે જાહેર જીવનમાં ડબલ સ્ટાન્ડર્ડ નહીં જીવવું જોઈએ. 


અહીં જુદા, બીજે જુદા અને ત્રીજે જુદા અને એમાંથી જે મને ફિટ થયું એ ડોક્ટર રાઠોડ સાહેબે જે કીધું કે ડોક્ટરની સલાહ પ્રમાણે એકાદ પેગ લેતા હોય છે. અમારે દરબારોમાં તો આ રૂટીન હોય છે. કોઈ મરી ગયું તો ને લગન હોય તો પણ પીવાય છે.ખ્યાતિ કાંડ જેવી ઘટનાનો ઉલ્લેખ કરીને તેમણે કહ્યું, એક પાર્ટીની મહેરબાનીથી આવા કૃત્યો થઈ રહ્યા છે. આજે પાર્ટીએ મેચ ફિક્સિંગથી ચાલી રહી છે.મેરીટવાળા કાર્યકરોને પૂરા કરવાનું કાવતરું રચવામાં આવે છે.આ ઉપરાંત તેમણે કહ્યું જે લોકો ‘ખરાબ’ હોય તે તેમની પાર્ટીમાં ન આવે. આવા લોકોને ભેગા કરવા માટે આ પાર્ટી બનાવવામાં આવી નથી. તેમણે લોકોને સમર્થન આપવા માટે આહ્વાન કર્યું હતું અને બદલામાં શક્તિ આપવાનું વચન આપ્યું હતું.ઉલ્લેખનીય છે કે,શંકરસિંહ વાઘેલાએ 1995માં બળવો કરી ભાજપ છોડી રાજપા બનાવી હતી. કોંગ્રેસના ટેકાથી મુખ્યમંત્રી બન્યા બાદ 1998માં તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા.

Reporter: admin

Related Post