દીર અલ બલા (ગાઝા પટ્ટી) : ગાઝા પટ્ટીમાં રવિવારે ઇઝરાયેલના હુમલામાં પાંચ બાળકો સહિત ૨૨ લોકોનાં મોત થયા છે તેમ પેલેસ્ટાઇનના મેડિકલ અધિકારીઓએ એક નિવેદનમાં જણાવ્યું છે.
બીજી તરફ ઇઝરાયેલ અધિકારીઓએ કેથોલિક ચર્ચના પાદરી કાર્ડિનલ પિયરબટિસ્ટા પિઝઝાબલ્લાને ગાઝામાં પ્રવેશ કરી અને ક્ષેત્રના ખ્રિસ્તી સમુદાયના સભ્યો સાથે નાતાલ પૂર્વે પ્રાર્થના સભા આયોજિત કરવાની મંજૂરી આપી હતી. ગાઝાના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર ગાઝા શહેરમાં વિસ્થાપિતોને આશ્રર્ય આપતી એક શાળા પર કરવામાં આવેલા હુમલામાં ત્રણ બાળકો સહિત આઠ લોકોનાં મોત થયા છે.ઇઝરાયેલની સેનાએ દાવો કર્યોં છે કે તેણે ત્યાં શરણ લીધેલા હમાસના આતંકવાદીઓને નિશાન બનાવ્યા છે.
અલ અક્સા શહીદ હોસ્પિટલના જણાવ્યા અનુસાર શનિવાર મોડી રાતે દીર અલ બલામાં એક મકાન પર કરવામાં આવેલા હુમલામાં ત્રણ મહિલાઓ અને બે બાળકો સહિત આઠ લોકોનાં મોત થયા છે. સ્થાનિક હોસ્પિટલો મુજબ રવિવારે કરવામાં આવેલા અન્ય હુમલાઓમાં અન્ય છ લોકોનાં મોત થયા છે. ઇઝરાયેલ દાવો કરે છે કે તે ફક્ત આતંકવાદીઓને જ નિશાન બનાવે છે પણ તેના હુમલામાં બાળકો અને મહિલાઓ પણ મૃત્યુ પામી રહ્યાં છે. વેટિકનના દૂતે ગાઝાના ખ્રિસ્તીઓ સાથે સામૂહિક પ્રાર્થના યોજી હતી.
Reporter: admin







