વોશિંગ્ટન : ગાઝામાં સીઝફાયર બાદ હવે રશિયા અને યુક્રેન વચ્ચે પણ શાંતિ સ્થપાય તેને લઈને માંગ વધી રહી છે. જોકે આ મામલે અમેરિકાના પ્રમુખના પ્રયાસોને ઝટકો લાગ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના પ્રમુખ પુતિન વચ્ચે સીઝફાયર મુદ્દે બીજી બેઠક થવાની હતી, જે હવે મોકૂફ રખાઇ છે.
રશિયાએ યુક્રેન સાથે તાત્કાલિક સીઝફાયરની માંગ ઠુકરાવી છે. જે બાદ 21મી ઓક્ટોબરે ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે હવે તેઓ પુતિન સાથે બેઠક કરીને સમય વેડફવા નથી માંગતા તેથી બેઠક રદ કરી દેવાઈ છે.
નોંધનીય છે કે થોડા દિવસ અગાઉ અલાસ્કામાં ડોનાલ્ડ ટ્રમ્પ અને પુતિન વચ્ચે બેઠક થઈ હતી. જે બાદ ટ્રમ્પે યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી સાથે પણ બેઠકો કરી. જે બાદ હંગેરીના બુડાપેસ્ટમાં બીજી બેઠકનું આયોજન કરવામાં આવ્યું. જોકે બાદમાં અમેરિકા અને રશિયાના વિદેશ મંત્રીઓ વચ્ચે એક ટેલિફોનિક વાતચીત બાદ બેઠક રદ થયાની જાહેરાત કરવામાં આવી.
Reporter: admin







