ડભોઇ શહેર તાલુકામાં દિવાળીનું પર્વ નજીક બજારોમાં ધીમે ધીમે ઘરાકી જોવા મળીરહી છે જ્યારે જેમાં કપડા ફરસાણ રંગોળીના કલરો પણ મોટા પાયે આવ્યા છે
જ્યારે રંગોળી પાંચ દિવસ સુધી ઘરના આંગણામાં મહિલાઓ રંગોળી પૂરતી હોય છે અને અલગ અલગ કલર વાળી રંગોળી થી આંગણું સુશોભિત થઈ જાય છે જ્યારે રંગોળી પાડવા માટે કલાકો સુધી મહિલાઓ મહેનત કરતી હોય છે અને તેમાં અલગ અલગ રંગો પૂરીને રંગોળી બનાવવામાં આવે છે જ્યારે દિવાળીનુ પર્વ નજીક આવતા કાપડ બજાર અને ફરસાણ તેમજ જીવન જરૂરી ચીજવસ્તુઓનાં બજારોમાં તેમજ ઘર સજાવવા માટે ઇલેક્ટ્રોનિક સામાનના બજારોમાં ઘરાકી જોવા મળી રહી છે
આ વખતે ઇલેક્ટ્રોનિક સમાનમાં અવનવી લાઈટો અને ઝુમ્મરો પણ જોવા મળી રહ્યા છે જયારે વેપારીઓ હજારો રૂપિયાનો રોકાણ કરી દુકાનોમાં સામન સહીતની વસ્તુઓ વેચવા માટે ભરી દીધી હતી બજારો સુમસામ રહેતા મંડીનું મોજું બજારોમાં ફરી વળતા વેપારીઓ ચિંતામાં મુકાઈ ગયા હતા. પરંતુ દિવાળી નજીક આવતા લોકોની ચહલ પહલ બજારમાં જોવા મળી રહી છે.
Reporter: admin