News Portal...

Breaking News :

ડભોઈના દિવાળીપુરા, સેગુવાળા જેવા વિસ્તારોમાં દેશી બનાવટી ફટાકડાની ખરીદી માટે ધસારો

2024-10-25 17:06:15
ડભોઈના દિવાળીપુરા, સેગુવાળા જેવા વિસ્તારોમાં દેશી બનાવટી ફટાકડાની ખરીદી માટે ધસારો


ડભોઇ:  તાલુકાના દિવાળીપુરા સેગુવાળા જેવા વિસ્તારોમાં દેશી બનાવટી ફટાકડાઓ મળે છે. પગાર અને બોનસ થઇ જતા દિવાળીના ફટાકડા માટે લોકોનો ધસારો જોવા મળ્યો છે.


આકાશી આતશાબાજી કરતા ૪ થી ૬ ઇંચના ગુબ્બારાઓ, કોઠી, ચકરી અને તારામંડળ એવર ગ્રીન, ટીકડી અને રોલ જેવી વસ્તુઓ લુપ્ત થઇ છે.પર્વના પૂંજ દિવાળીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે પગાર અને બોનસ સમયસર થઇ જતા દિવાળીના ફટાકડા માટે લોકોનો ધસારો જોવા મળ્યો છે. આકાશી આતશાબાજી કરતા ૪ થી ૬ ઇંચના ગુબ્બારાઓ ઓન ડિમાન્ડ છે. જ્યારે ટીકડી અને રોલ જેવી વસ્તુઓ લુપ્ત થઇ ગઇ છે.શિવાકાશીથી આવતા ફટાકડા વિશે માહિતી આપતા રેમ્બો ક્રેકર્સના ફાઉન્ડર-ઓનર એવા ઇસ્માઇલ કાપડવાલા અને ઇમરાન કાપડવાલાએ જણાવ્યું હતું કે, દર વર્ષે ફટાકડામાં નિત નવીન વસ્તુઓનો સતત ઉમેરો થતો હોય છે. 


અત્યાર સુધી ફક્ત ૩.૫ ઇંચ સુધીના ગુબ્બારાઓ આવતા હતા ત્યારે આ વર્ષે પહેલી વાર આકાશી આતશાબાજી કરતા ૪ થી ૬ ઇંચના ગુબ્બારાઓ આવ્યા છે. આ સાથે ડોલર અને પોકર વ્હીલ જેવી ફેન્સી ચકરી ઉપરાંત લેઝર શો ટાઇપની કોઠી અને ૧૦ થી ૧૫ ફૂટ સુધી સ્પિડમાં ભાગતી શિકા રનિંગ કારના નામથી કોઠી કાર ન્યૂ લોંચ કરાઇ છે. શહેર નજીક દિવાળીપુરા ખાતે હોલસેલના ભાવે રિટેલમાં ફડાકડા પ્રાપ્ત થાય છે અને તેની માટે લોકો સવારના ૯ કલાકથી લાઇનમાં લાગી જતા હોય છે. નાના બાળકો પણ આતશાબાજી કરી શકે તે માટે ૦.૫ ઇંચના ગુબ્બારાઓની માગમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા થોડા વર્ષથી ભોય ભડકાની જગ્યા ઇકોફ્રેન્ડલી પોપ અપે લઇ લીધી છે. આ સાથે પ્રદુષણ ફેલાવતા સાપ હવે લોકો ઓછા લેવાના પસંદ કરે છે. કોઠીની સાથે દેરાણી-જેઠાણી હજુ પણ ડિમાન્ડમાં છે અને લોકો ઉત્સાહભેર ખરીદી કરે છે.

Reporter: admin

Related Post