News Portal...

Breaking News :

દિવ્યાંગને પોસ્ટ ઓફિસમાં ક્લાર્કની નોકરી અપાવાના નામે 14 લાખ પડાવી લેનારો ભેજાબાજ પકડાયો

2025-02-14 10:05:40
દિવ્યાંગને પોસ્ટ ઓફિસમાં ક્લાર્કની નોકરી અપાવાના નામે 14 લાખ પડાવી લેનારો ભેજાબાજ પકડાયો


જુનાગઢના વિસાવદરના દિવ્યાંગ યુવકને પોસ્ટ ઓફિસમાં ક્લાર્કની સરકારી નોકરી અપાવવાના બહાને 14 લાખ રૂપિયા પડાવીને પોસ્ટ ઓફિસના સહી સિક્કાવાળો બનાવટી જોઇનિંગ લેટર અને આઇ-કાર્ડ આપી ઠગાઇનો ગુનો કરી નાસતા-ફરતા આરોપીની વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે વડોદરામાંથી ધરપકડ કરી છે. 


આ ભેજાબાજ છેલ્લા ઘણા સમયથી વડોદરામાં સંતાઇ રહ્યો હતો. સમગ્ર મામલાની મળેલી માહિતી મુજબ  જુનાગઢ જિલ્લાના વિસાવદર પોલીસ સ્ટેશન ખાતે સરકારી નોકરી અપાવવાના બહાને નોકરીના બનાવટી ઓર્ડર આપી રૂપિયા મેળવી ઠગાઇ કરવાના ગુનાના સંડોવાયેલ આરોપી ઇકબાલ અહેમદ ઉર્ફે મુન્નો અબ્દુલકરીમ ખત્રી (રહે. રાજપીપળા જી.નર્મદા) નાસતો ફરતો હતો અને આરોપી હાલ વડોદરામાં કોઇ જગ્યાએ આશ્રય લેતો હોવાની માહિતી વડોદરા ક્રાઇમ બ્રાન્ચના પીઆઈને મળી હતી. જેથી, આરોપીની હ્યુમન તેમજ ટેક્નિકલ સોર્સ આધારિત સતત તપાસ કરીને તેને વડોદરાના માંડવી નઝરબાગ વિસ્તારમાંથી શોધી કાઢ્યો હતો અને વિસાવદર પોલીસ સ્ટેશનની ટીમે વડોદરા આવીને આરોપીની ધરપકડ કરી હતી.પકડાયેલા  આરોપી ઇકબાલઅહેમદ ઉર્ફે મુન્નો અબ્દુલકરીમ ખત્રી સામે વિસાવદર પોલીસ સ્ટેશનમાં તા.13/01/2025ના રોજ ફરિયાદ નોંધાઇ હતી. 


ફરિયાદ આરોપીઓએ પૂર્વ આયોજીત કાવતરૂ રચીને 30 વર્ષીય દિવ્યાંગ યુવકને અમદાવાદની ગુજરાત પોસ્ટ ઓફિસમાં ક્લાર્ક તરીકેની સરકારી નોકરીમાં લગાડવાની લાલચ આપી હતી અને તા.06/09/2024થી તા.13/01/2025 દરમિયાન ફરિયાદીના દિવ્યાંગ દીકરાના નામનો ગુજરાત પોસ્ટ ઓફિસમાં ક્લાર્ક તરીકેનો પોસ્ટ ઓફિસને લગતા ચિત્રો તથા સહી તથા INDIA POST GOVT. OF INDIA રાઉન્ડ શીલ તથા સિક્કાનો ખોટો બનાવટી જોઇનીંગ લેટર બનાવ્યો હતો અને બનાવટી આઇ કાર્ડ બનાવીને ફરિયાદી પાસેથી 14 લાખ પડાવ્યા હતા અને બનાવટી જોઇનીંગ લેટર તથા આઇ કાર્ડ આપીને છેતરપીંડી આચરી હતી.વિસાવદર પોલીસ આરોપીનો કબજો મેળવવા વડોદરા આવી હતી અને તેને વિસાવદર લઇ જવાની તજવીજ કરી હતી. સમગ્ર મામલામાં હજું પણ મોટા ઘટસ્ફોટ થાય તેવી શંકા પોલીસે વ્યક્ત કરી હતી.આરોપીએ રેલવેમાં પણ નોકરી અપાવાના નામે 68 લાખ પડાવ્યા હતા.આ પકડાયેલો આરોપી ઇકબાલ અહેમદ ઉર્ફે મુન્નો અબ્દુલકરીમ ખત્રી અગાઉ પણ વર્ષ 2021માં રાજકોટમાં 6 ઉમેદવારોને રેલવેમાં નોકરી અપાવવાની લાલચ આપી યુવાનોને દિલ્હી ખાતે લઇ ગયો હતો અને ભોગ બનનાર ઉમેદવારોની કોઇપણ જાતની મૌખિક કે લેખિત પરીક્ષા લીધા વગર ખોટા અને બનાવટી રેલવેની નોકરીના ઓર્ડરો આપી 68 લાખની રકમ મેળવી ઠગાઇ કરી હતી. જે અંગે રાજકોટ શહેર ડી.સી.બી.પોલીસ સ્ટેશન ખાતે નોંધાયો હતો. આ ગુનામાં આરોપી 8 મહિના જેલમાં રહ્યો હતો. આ પકડાયેલ આરોપી સામે રાજ્યના રાજપીપળા, સુરત અને ગાંધીનગર ખાતે ચેક બાઉન્સ થવા અંગેના નેગોશિયલ ઇંસ્ટ્રુમેનન્ટ એકટ હેટળના કોર્ટમાં કેસો થયેલા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

Reporter: admin

Related Post