*નવા ચીફ ફાયર ઓફિસર મનોજ પાટીલે જ ભરતી વખતે આપેલી માહિતીઓમાં વિસંગતતા..જોઇ લો આ પુરાવા*
શહેરના નવા ચીફ ફાયર ઓફિસર તરીકે મનોજ કુમાર પાટીલની નિયુક્તી કરી દેવાઇ છે. જો કે મનોજ પાટીલની નિમણુંકને લઇને અનેક સ્ફોટક ખુલાસા થયા છે તે આજે અમે તમને જણાવવા જઇ રહ્યા છે. મનોજ પાટીલે ચીફ ફાયર ઓફિસરની ભરતી માટે વડોદરા મહાનગરપાલિકામાં જે ઓનલાઇન ફોર્મ ભર્યું છે તે જ પુરાવા આપી રહ્યું છે કે મનોજ પાટીલે પાલિકાને ખોટી માહિતી આપી છે અને પાલિકાને ગેરમાર્ગે દોરીને ચીફ ફાયર ઓફિસરની જગ્યા પર પોતાનું સિલેક્શન કરાવી લીધું છે. મનોજ પાટીલે પાલિકાના ઓનલાઇન રિક્રુટમેન્ટ રજીસ્ટ્રેશન ડીટેઈલના ફોર્મમાં એવી ખોટી માહિતી આપી છે કે તે જોઇને સૌ ચોંકી ઉઠ્યા છે. મનોજ કુમાર વિજયસિંગ પાટીલે ઓનલાઇન ફોર્મમાં જણાવ્યું છે કે તેમણે બેચલર ઇન સાયન્સ (ફાયર એન્ડ સેફ્ટી)નો કોર્સ અમદાવાદની ગુજરાત યુનિવર્સીટીમાં કર્યો છે અને તેમણે 2014માં આ કોર્સ કરીને ફર્સ્ટ ક્લાસ મેળવેલો છે.ગુજરાત યુનિ. કયા રાજ્યમાં આવેલી છે તે કોલમમાં મહારાષ્ટ્ર લખાયું છે !! ગુજરાત યુનિ.ગુજરાતમાં આવેલી છે નહી કે મહારાષ્ટ્રમાં. ડીગ્રી સર્ટિફિકેટમાં જો મહારાષ્ટ્ર લખાયું હોય તો તે તપાસનો વિષય બને છે.ત્યારબાદ તેમણે માહિતી આપી છે કે તેમણે ડિવીઝનલ ફાયર ઓફિસરનો કોર્સ 2019ના વર્ષમાં નેશનલ ફાયર સર્વિસ કોલેજ નાગપુરમાં કરેલો છે. ત્યારબાદ તેમણે પ્રોફેશનલ એક્સપીરીયન્સ ડિટેઇલ્સની કોલમમાં જણાવ્યું છે કે તેઓ બેંક ઓફ ઇન્ડિયામાં ફાયર ઓફિસર (મેનેજર ફાયર સેફ્ટી) તરીકે ફરજ બજાવતા હતા અને તેમનો કાર્યકાળ 09-08-2021 થી 14-08-2024 સુધીનો હતો. આ પહેલા તેઓ મહારાષ્ટ્ર સ્ટેટ પાવર જનરેશન કંપની લિમીટેડમાં ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવતા હતા અને તેમનો કાર્યકાળ 21-01-2013થી 30-07-2021 સુધીનો હતો. હવે મનોજ પાટીલની નિમણુકમાં ગેરરિતી થઇ હોવાનો તથા મનોજ પાટીલે વિસંગતતા ભરેલી ખોટી માહિતી પાલિકાને આપી હોવાનો ચોંકાવનારો પર્દાફાશ થાય છે. સમગ્ર મામલો ગંભીર તપાસ માંગી લે તેવો છે.તમામ સર્ટિફિકેટ/દસ્તાવેજોની ખરાઈ, અસલી છે કે નકલી તે યુનિ.અને ફોરેન્સિક વિભાગમાં કરી શકાય મનોજ પાટીલે ખુદ પોતે જ ઓનલાઇન ફોર્મમાં માહિતી આપી છે કે તેમણે 2014ના વર્ષમાં અમદાવાદની ગુજરાત યુનિવર્સીટી, 'મહારાષ્ટ્ર' માંથી બેચલર ઇન સાયન્સ ફાયર એન્ડ સેફ્ટીનો કોર્સ કરેલો છે. જો તેઓ 2014માં અભ્યાસ કરતા હતા તો 2013થી લઇને 2021 સુધીના ગાળામાં તેઓ મહારાષ્ટ્ર સ્ટેટ પાવર જનરેશ કંપનીમાં કઇ રીતે ફરજ બજાવતા હતા. તેવો સવાલ થઇ રહ્યો છે. ફાયર એન્ડ સેફ્ટીનો અભ્યાસ તેમણે 2014માં કરેલો છે તો તે પહેલા તેમણે મહારાષ્ટ્ર સ્ટેટ પાવર કંપનીમાં કઇ રીતે નોકરી મેળવી લીધી. તેઓ નવી મુંબઇ મહારાષ્ટ્રમાં રહે છે તો અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં મહારાષ્ટ્ર પાવર કંપનીમાં નોકરી કરવાની સાથે કઇ રીતે અભ્યાસ કર્યો તે પણ સવાલ છે કારણ કે ફાયર સેફ્ટી એ એવો વિષય છે કે જે ઓનલાઇન કે ડિસ્ટન્સ એજ્યુકેશન થી કે પછી ઘેર બેઠા ભણી શકાય નહીં. તેના માટે કોલેજ જવું ફજિયાત હોય છે અને પ્રેક્ટીકલ પણ હોય છે. વળી અમદાવાદની ગુજરાત યુનિ. આવો કોઇ કોર્સ ઓનલાઇન ભણાવતી નથી તો મનોજ પાટીલે મહારાષ્ટ્ર પાવરમાં નોકરી કરતા કરતા ગુજરાત યુનિ.મી કઇ રીતે ડિગ્રી મેળવી તે ગંભીર પ્રશ્ન છે. મહારાષ્ટ્રમાં પાવર કંપનીમાં નોકરી કરતા કરતા તેઓએ મુંબઇથી અમદાવાદ રોજ અપડાઉન કરતા હતા તેવી તેમની જો દલીલ હોય તો તેનો પણ છેદ ઉડી જાય છે કારણ કે 500 કિમીનું અંતર રોજ કોઇ વ્યક્તિ કેવી રીતે અપડાઉન કરી શકે અને સાથે મહારાષ્ટ્ર પાવરમાં નોકરી પણ કરી શકે..મનોજ પાટીલે ઓનલાઇન ફોર્મમાં જે ડિટેઇલ આપેલી છે તે મુજબ તેઓ 2021થી 2024 સુધી બેંક ઓફ ઇન્ડીયામાં નોકરી કરતા હતા પણ સાથે એ પણ દર્શાવ્યું છે કે તેમણે ડિવીઝનલ ફાયર ઓફિસરનો કોર્સ પણ નેશનલ ફાયર સર્વિસ કોલેજ નાગપુરમાં કરેલો છે અને તેનું વર્ષ તેમણે 2019 દર્શાવ્યું છે. આ બંને કોર્સ જ્યારે તેઓ કરતા હતા ત્યારે તેઓ મહારાષ્ટ્ર પાવર કંપનીમાં જુનિયર ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવતા હતા. તે કઇ રીતે શક્ય બને તે સવાલ છે. નવા ચીફ ફાયર ઓફિસર મનોજ પાટીલે પોતે જ ઓનલાઇન આપેલી માહિતીમાં ભારે વિસંગતતા જોવા મળેલી છે ત્યારે સવાલ એ થાય છે કે ચીફ ફાયર ઓફિસરની નિમણુકની પ્રક્રીયા સાથે સંકળાયેલા મ્યુનિ.કમિશનર, ડે. કમિશનર સહિતના અધિકારીઓ અને સામાન્ય વહિવટ વિભાગના અધિકારી કે કર્મચારીઓની સિલેક્શન કમિટી આ માહિતીનું ક્રોસ વેરીફીકેશન કેમ ના કર્યું કારણ કે મનોજ પાટીલે પોતે જ આપેલી વિગતો જોતાં તેમણે ખોટી માહિતી આપી હોવાનું પહેલી જ નજરે જોવા મળે છે તો આટલી મોટી વિસંગતતાઓ અધિકારીઓ કે કર્મચારીઓના ધ્યાનમાં કેમ ના આવી અને તેથી જ અમે કહી રહ્યા છીએ કે નવા ચીફ ફાયર ઓફિસરની નિમણુંકમાં દાળમાં કંઇક કાળુ છે....

*ચાલુ નોકરીએ મનોજ પાટીલે મુંબઇથી અમદાવાદ જઇને કોર્સ કઇ રીતે કર્યો*
મનોજ પાટીલે પાલિકાના ઓનલાઇન ભરતી ફોર્મમાં આપેલી માહિતી જ ખોટી હોવાનું પહેલી નજરે જોવા મળે છે. જો મનોજ પાટીલ 2013માં મહારાષ્ટ્ર પાવર જનરેશન લિમિટેડ કંપનીમાં તેઓ ફરજ બજાવતા હતા તો તેઓએ તે જ સમયે અમદાવાદની ગુજરાત યુનિવર્સિટી દ્વારા ચાલતો બીએસસી કોર્સ જે ત્રણ વર્ષનો સાયન્સ કોર્સ છે તેની અંદર 2014માં પાસ આઉટ કેવી રીતે કર્યું. આ એવો કોર્સ છે જે એનલાઇન નથી કે ડિસ્ટન્સ એજ્યુકેશન દ્વારા કરી શકાય તેમ નથી. વળી ગુજરાત યુનિવર્સિટી તે ઓપન યુનિવર્સિટી પણ નથી કે તેમાં ઘેર બેઠા જ અભ્યાસ કરી શકાય તો તરોતાજા મનોજ પાટીલે કઇ રીતે નોકરીની સાથે મુંબઇથી છેક અમદાવાદ સુધી રોજ અપડાઉન કરીને આ કોર્સ કર્યો તે સવાલ છે. મુંબઇથી અમદાવાદ રોજ અપડાઉન કરી શકાય તેમ જ નથી. એટલે મનોટ પાટીલે ખોટી માહિતી આપીને પાલિકાના અધિકારીઓને રીતસર છેતર્યા છે અને આ અમે નહીં પણ તેમણે જ ઓનલાઇન ફોર્મમાં લખેલું છે.
*મ્યુનિસિપલ કમિશનર, ડે કમિશનરની સંડોવલી ખુલે તો નવાઈ નહીં*
ઉમેદવારે જ માહિતી ભરી છે કે અમદાવાદની ગુજરાત યુનિવર્સીટી મહારાષ્ટમાં આવેલી છે અને પાલિકાના અતિ વિદ્વાન અધિકારીઓ મ્યુનિસિપલ કમિશનર અને ડે કમિશનર તથા સંબધિત વિભાગોના જવાબદાર અધિકારીઓએ ઉમેદવારનું પ્રમાણ પત્ર નું વેરિફિકેશન જ ના કર્યું તે સવાલ છે અને આ પ્રમાણપત્રો ખોટા છે તેવું જાણવા છતાં સાચું છે તે રીતે જાહેર કર્યું છે તે ગંભીર પ્રશ્ન છે. ઉમેદવાર બીએસસી (ફાયર ) ડિગ્રી સર્ટિફીકેટ અમદાવાદ ગુજરાત યુનિવર્સીટી માં ભણ્યા છે પરંતુ આ યુનિવર્સીટી મહારાષ્ટ માં આવેલી છે તેમ ઓનલાઇન ભરતી ફોર્મ માં વિગતમાં જણાવેલી છે તે સદંતર ખોટી જાહેર થાય છે. ફોર્મ ભરવાનું અને નિમણુંક માં 26 નંબર માં નિયમમાં સ્પષ્ટ કરેલું છે જો પાછળ થી પણ ઉમેદવારે અરજી પત્રક માં ખોટી વિગત આપેલી હશે તેનું અરજી પત્રક (નિમણુંક ) રદ કરવામાં આવશે, જયારે ધ્યાન માં આવશે નિમણુંક કોઈ પણ તબબકે રદ્દ કરવામા આવશે. તો પછી પાલિકા આ તમામ હકિકતો ધ્યાનમાં રાખીને મનોજ પાટીલની નિમણુક રદ કરશે ખરી તે સવાલ છે. પોતે જ બનાવેલા નિયમોનું પાલિકા પાલન કરે છે કે કેમ તે જોવાનું રહે છે અને આ રીતે મનોજ પાટીલની નિમણુંક પ્રક્રિયામાં જ ગેરરિતી થયેલી જોવા મળી છે ત્યારે સમગ્ર કાંડમાં પાલિકાના મ્યુનિ.કમિશનર અને ડે.કમિશનરની સંડોવણી જાહેર થાય તો નવાઇ નહીં.
*મનોજ પાટીલની નિમણુકમાં કઇ ટોળકીએ હવાલો લીધો*
ચીફ ફાયર ઓફિસરની તત્કાળ નિમણુંક કરી દેવાઇ તે જોતાં જ સમગ્ર મામલામાં આખી દાળ જ કાળી હોવાનું જણાઇ રહ્યું છે કારણ કે મ્યુનિસિપલ કમિશનરે ચીફ ફાયર ઓફિસર ને હાજર કરવા દોડધામ કરી દીધી હતી કારણ કે કોઈ કોર્ટમાં જશે અને સ્ટે આવશે કે પછી નેતાનું પ્રેસર આવશે તેવો તેમને ડર હતો કે શું તે સવાલ પુછાઇ રહ્યો છે અથવા આ મામલામાં કોઈ ભ્રષ્ટાચાર થયો છે કે કોઈ હોદેદારે હવાલો લીધો હતો અને તેમને શું ડર ઘુસી ગયો હતો તે સવાલો પણ ઉઠી રહ્યા છથે. પાલિકા ના મોટા ભાગ ના ખાતા મલાઈદાર છે અને કમિટી ચોક્કસ પેકેજ ના આધારે નિમણુંક થતી હોય એમ બધા જાણે છે. ના ચીફ ઓફિસર મનોજ પાટીલે જ્યારે ચાર્જ લીધો ત્યારે શહેર ભાજપ પ્રમુખ ડો વિજય શાહ વડોદરા માં હાજર ન હતા. તેઓપણ ત્રિવેણી
*પાલિકાના સીધી ભરતીના નિયમોનો સરેઆમ ભંગ કરાયો*
પાલિકાએ ચીફ ફાયર ઓફિસરની સીધી ભરતી વખતે નિયમો જાહેર કરેલા છે તેમાં 7નંબરની કોલમાં જણાવાયું છે કે ઉમેદવારે અરજીમાં જે અનુભવ દર્શાવેલો હોય તેના સમર્થનમાં અનુભવનો સમયગાળો મુળ પગાર અને કુલ પગારની વિગતો તથા ફરજોનો પ્કરા અને મેળવેલ અનુભવનું સ્વયંસ્પષ્ટ પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે અને આવુ પ્રમાણપત્ર સંસ્થાના લેટરપેડ પર સક્ષમ અધિકારીની સહી અને તારીખ સાથેનું રજુ કરવાનું રહેશે. ઉમેદવારે આપેલ સેલ્ફ ડિક્લેરેશન અને એફિડેવીટ પર રજુ કરેલું પ્રમાણપત્ર માન્ય ગણવામાં આવશે નહી ત્યારે તવાલ એ છે કે મનોજ પાટીલે આવું કોઇ પ્રમાણપત્ર રજુ કરેલું છે ખરું. ઉપરાંત અનુભવના પ્રમાણપત્રોમાં પાછળથી કોઇ ફેરફાર કરવાની વિનંતી માન્ય રખાશે નહી અને જો સંપુર્ણ વિગતો સાથેના અનુભવનું પ્રમાણપત્ર રજુ કરાશે નહી તો ઉપલબ્ધ પ્રમાણપત્ર વિગતોના આધારે પાલિકા નિર્ણય કરશે તો હવે મનોજ પાટીલના કિસ્સામાં પાલિકા સાચો નિર્ણય કરશે તે જોવાનું રહે છે. વળી નિયમ નંબર 9માં પાલિકાએ કહ્યું છે કે ઉમેદવારે અરજીમાં જાતિ અંગે જે વિગત દર્શાવેલી હશે તેમાં પાછળથી ફેરફાર કરવાની વિનંતી માન્ય રખાશે નહી અને જો ઉમેદવારે નિયત સમયગાળામાં ઇસ્યુ થયેલ નિયત નમુનાનું પ્રમાણપત્ર રજુ કરેલું નહી હો. તો તેની અરજી અમાન્ય ગણવામાં આવે છે અને તેમને બિન અનામત જગ્યા માટે પણ વિચારણામાં લેવાશે નહી તો પાલિકા પોતાના જ આ નિયમનું પાલન કરશે ખરી તે સવાલ પણ ઉભો થયો છે. વળી પાલિકાની ભરતીના 11 નંબરનો નિયમ જણાવતા પાલિકા પોતે જ કહે છે કે જાહેરાતમાં માગ્યા મુજબનો અનુભવ ઉમેદવારે શૈક્ષણિક લાયકાત ડિગ્રી મેળવ્યા બાદનો જ માન્ય ગણાશે તે પહેલાનો અનુભવ કોઇ પણ સંજોગોમાં માન્ય ગણાશે નહી. અનુભવના પુરાવા તરીકે માત્ર ઓફ લેટર કે એપોઇન્ટમેન્ટ લેટર અમાન્ય ગણાશે પણ જો તેની સાથે વખતો વખત સંસ્થા દ્વારા અપાયેલ ઇજાફા કે પ્રમોશનના હુકમ પગાર સહિતના પુરાવા કે અન્ય આધારભુત ગણી શકાય તેવા પુરાવા રજુ કર્યેથી તેની પુરતી ચકાસણી કરાયા બાદ યોગ્ય જણાયેથી આવો અનુભવ માન્ય ગણવા સક્ષમ અધિકારીનો નિર્ણય આખરી રહેશે,. પાલિકાનો આ નિયમ મનોજ પાટીલ માટે લાગુ પડે છે અને કે અગે પાલિકાના કમિશનરે જ સાચો નિર્ણય લેવાનો છે.
*પાલિકાની ભરતીના નિયમ ક્રમાંક 26નો અમલ કરાશે કે કેમ*
અરજી કરવી અને ઓનલાઇન અરજી કરતી વખતે તમામ વિગતો અરજીપત્રકમાં ભર્યા બાદ તે વિગતોની ખાતરી કરીને પછી જ અરજી સબમીટ કરવી અને ગુજરાત સરકારના સરકારી કે અર્ધ સરકારી કે સરકાર હસ્તકના કોર્પોરેશન કે કંપનીઓમાં સેવા બજાવતા અધિકારી કે કર્મચારીઓએ પણ ઓનલાઇન અરજી કરવાની રહેશે તથા પ્રમાણપત્રોની પ્રત્યક્ષ ચકાસણી વખતે ઉમેદવારે સક્ષમ અધિકારીનું ના વાંધા પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે. આ ઉપરાંત નિયમ 19 મુજબ સરકારી કે અર્ધ સરકારી સંસ્થામાં ફજ બજાવતા ઉમેદવારોએ ખાતાના વડા કે વિભાગ દ્વારા તેમની છેલ્લા 5 વર્ષની કામગિરીનો તથા વર્તણુકનો અહેવાલ કોઇ શિક્ષાત્મક પગલાં લેવામાં આવેલ હોય તો તેની વિગતો પણ રજુ કરવાની રહેશે, ખાસ તો નિયમ 26 મુજબ ઉમેદવારે અરજી પત્રકમાં કોઇ પણ વિગત ખોટી બતાવી હશે અને તે ધ્યાનમાં આવશે તો તેનું અરજી પત્રક કે નિમણુક કોઇ પણ તબક્કે રદ કરવામાં આવશે,
*સીધુ કે આડકતરું રાજકીય ભલામણ હશે તો પણ ઉમેદવાર ગેરલાયક ઠરશે.*
પાલિકાની સીધી ભરતીના નિયમો જોતાં નિયમ ક્રમાંક 29માં સ્પષ્ટ જણાવાયું છે કે ઉમેદવારે તેની શૈક્ષણઇક લાયકાત કે અનુભવ કે ઉંમર વગેરેના સમર્થનમાં રજૂ કરેલ પ્રમાણપત્ર કોઇ પણ તબક્કે અયોગ્ય માલુમ પડશે તો તેની ઉમેદવારી રદ થશે અને આવા ઉમેદવાર સામે ફોજદારી ધારા હેઠળની કાર્યવાહીને પાત્ર થશે જેથી ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેમણે રજુ કરેલા પ્રમાણપત્રો ખુબ જ ચોક્સાઇથી પૂર્ણ રીતે ખરાઇ કર્યા બાદ જ વડોદરા મહાનગરપાલિકામાં રજુ કરવા. નિયમ 30માં પણ સ્પષ્ય જણાવાયું છે કે ભતી પ્રક્રીયા દરમિયાન સીધી અથવા આડકતરી રીતે રાજકીય કે અન્ય કોઇ રીતે ભલામણના પ્રયાસ કરનાર ઉમેદવાર ગેરલાયક ઠરશે . જો આ નિયમો સ્પષ્ટ હોય તો મનોજ પાટીલની ભરતી પ્રક્રિયામાં તેનો અમલ થશે કે કેમ તેનો જવાબ કમિશનરે આપવો જરુરી છે.
*મનોજ પાટીલે 24 કલાક ફાયર સર્વિસમાં ફરજ બજાવેલી નથી*
મનોજ પાટીલના આર આર મુજબ તેઓ 24 કલાક ફાયર સર્વિસ વિભાગમાં ફરજ બજાવતા નથી તથા તે કોઈપણ કોર્પોરેશન ની અંદર સાત વર્ષનો અનુભવ ધરાવતા નથી ઉપરાંત તેમને ગુજરાતી ભાષા લખતા વાંચતા પણ આવડતું નથી. તે સમગ્ર સમયમાં લગભગ સાત વર્ષનો સેવાનો અનુભવ ધરાવે છે જેમાં ફાયર બ્રિગેડ ક્ષેત્રમાં ત્રણ વર્ષનો અનુભવ ધરાવે છે. મનોજ પાટિલ ને અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશને પણ રિજેક્ટ કરી દીધો છે. અમદાવાદ કોર્પોરેશન ઇમરજન્સી સર્વિસમાં ડિવીઝનલ ઓફિસર, ડે.ચીફ ફાયર ઓફિસર, અને ચીફ ફાયર ઓફિસરના ઇન્ટરવ્યુંમાં મનોજ પાટિલનો અનુભવ માન્ય ગણવામાં આવ્યો ન હતો તો પછી વડોદરા મહાનગરપાલિકામાં મનોજ પાટીલનો અનુભવ કેવી રીતે માન્ય ગણાયો તે સવાલ છે. ઉપરાંત જે જગ્યા ઉપર તે નોકરી કરતા હોય તે નોકરીનો સમય 24 કલાકનો હોવો જોઈએ તેવું પણ આર આર ની અંદર મેન્શન કરેલું છે છતાં મનોજ પાટિલનું નામ કેમ પસંદ કરાયું તે પ્રશ્ન છે. સંભવ છે કે કેટલાક મોટા માથા મનોજ પાટિલના નામ માટે મહેનત કરતા હોય અને કોઇની રાહબરી હેઠળ મનોજ પાટીલની પસંદગી કરાઇ હોય
*ચીફ ફાયર ઓફિસરની પોસ્ટ હંમેશા વિવાદીત*
વડોદરા ફાયર બ્રિગેડના ચીફ ફાયર ઓફિસરની પોસ્ટ છેલ્લા ઘણા વર્ષોથી વિવાદમાં રહી છે. અગાઉ ચીફ ફાયર ઓફિસર રહી ચુકેલા હિતેશ તાપરીયા પણ ભારે વિવાદમાં સંડોવાયા હતા. તારપીયા વિરુદ્ધ તો અપ્રમાણસર મિલકતનો કેસ પણ થયેલો હતો. ત્યારબાદ પાર્થ બ્રહ્મભટ્ટ પણ ઈન. ચાર્જ ચીફ ફાયર ઓફિસર બન્યા હતા. પણ તે પણ વિવાદમાં સપડાયા હતા. નિકુંજ આઝાદ નામના ફાયર ઓફિસર પણ વડોદરા ફાયર બ્રિગેડમાં ઈન ચાર્જ ચીફ ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવી ચુકેલા છે અને તે પણ વિવાદમાં સપડાયા હતા અને હવે નવા નિમણુક પામેલા ચીફ ફાયર ઓફિસર મનોજ પાટીલ પણ આવતાની સાથે જ વિવાદમાં સપડાયા છે જેથી કહી શકાય કે ચીફ ફાયર ઓફિસરની પોસ્ટ હંમેશા છેલ્લા ઘણા વર્ષોથી વિવાદમાં જ રહી છે.
*પાલિકાના શાણા શાસકોએ નવો ચીલો ચાતર્યો* વડોદરા મહાનગરપાલિકાના શાણા શાસકોએ હવે નવો ચીલો ચાતર્યો છે. વડોદરાની ભૂગોળ કે ઇતિહાસ ના જાણતા અને વડોદરાની ઇન્ડ્સ્ટ્રીઝ વિશે ના જાણતા બહારગામના વ્યક્તિને ચીફ ફાયર ઓફિસર બનાવી દીધો છે. આ તો એવું લાગી રહ્યું છે કે જેમ કોન્ટ્રાક્ટરો બહારથી કામ કરે તેવી પ્રથા શરુ થઇ છે અને આ કિસ્સામાં રાજ્યની બહારના અધિકારી નિમણુક કરે છે. વર્ષે દહાડે કરોડોનું બજેટ આ વિભાગને ફાળવવામાં આવે છે. લાગે છે કે સ્માર્ટ સીટી હવે મોટી થઇ ગઇ છે. હાઇકોર્ટ વખતો વખત કાયદાનું પાલન કરાવે છે અને બિન ભ્રષ્ટાચારી કે નિશ્કલંક ઉમેદવાર અનિવાર્ય છે પણ તમામ નિયમો કે નીતિને ખિસ્સામાં રાખીને કોઇ પણ પ્રકારે રજુ કરાયેલા સર્ટિફીકેટની ખરાઇ કર્યા વગર જ નિમણુંક આપી દેવાય તે કેટલું યોગ્ય છે તે સવાલ પુછાઇ રહ્યો છે.
*ચીફ ફાયર ઓફિસર ને ચાર્જ લેવડાવામાં મ્યુનિસિપલ કમિશનર શું રસ?*
ચીફ ફાયર ઓફિસર મનોજ પાટિલ ની ભરતી પક્રિયા માં મ્યુનિસિપલ કમિશનર, ડે કમિશનર ની સંડોવળી ખુલે તો નવાઈ નહીં.ઉમેદવાર જો એમ કેહતો હોય કે ગુજરાત યુનિવર્સીટી મહારાષ્ટ માં આવેલી છે, પાલિકા ના અતિ વિદ્વાન અધિકારીઓ મ્યુનિસિપલ કમિશનર ડે કમિશનર , સબધિત વિભાગોના જવાબદાર અધિકારીઓ, પ્રમાણ પત્ર નું વેરિફિકેશન ખોટું છે તેવું જાણવા છતાં સાચું છે તે રીતે જાહેર કરાયો છે. મનોજ પાટિલ (ફાયર ) ડિગ્રી સર્ટિફીકેટ અમદાવાદ ગુજરાત યુનિવર્સીટી માં ભણ્યા છે પરંતુ આ યુનિવર્સીટી મહારાષ્ટ માં આવેલી છે તેમ ઓનલાઇન ભરતી ફોર્મ માં વિગત ખોટી જાહેર થાય છે. ફાર્મ ભરવાનું અને નિમણુંક માં 26 નંબર માં સ્પષ્ટ કરેલું છે જે પાછળ થી જો ઉમેદવારી એ અરજી પત્રક માં ખોટી વિગત આપેલી હશે તેનું અરજી પત્રક (નિમણુંક ) રદ કરવામાં આવશે, જયારે ધ્યાન માં આવશે નિમણુંક કોઈ પણ તબબકે રદ્દ કરવામા આવશે. ભરતી ની જાહેરાત સામાન્ય જોગવાયુ જાહેરાત ક્રમાંક 300/2024-25 છેં.મ્યુનિસિપલ કમિશનરે ચીફ ફાયર ઓફિસર ને હાજર કરવા દોડધામ કરી દીધી, કોઈ કોર્ટ જશે,સ્ટે આવશે આવશે, નેતા નું પ્રેસર, કોઈ ભ્રષ્ટાચાર , કોઈ હોદેદાર હવાલો લીધો હતો, શું ડર ઘુસી ગયો. પાલિકા ના મોટા ભાગ ના ખાતા મલાઈદાર છે. કમિટી ચોક્કસ પેકેજ ના આધારે નિમણુંક થતી હોય એમ બધા જાણે છે. ચીફ ફાયર ઓફિસર મનોજ પાટીલ ચાર્જ લીધો ત્યારે શહેર ભાજપ અધ્યક્ષ ડો વિજય શાહ વડોદરા માં હાજર ન હતા. તે પણ ત્રિવેણી સંગમ માં ડૂબકી લગાવા ગયા હતા. એનો લાભ લઇ ને આ ટોળકી એ તાત્કાલિક ચાર્જ લેવડયો છે.
Reporter: