વડોદરા: શહેરમાં આયોજિત દિવ્ય કલા મેળાનું આજે સમાપન થયું હતું. જેમાં સામાજિક અને ન્યાય અધિકારીતા કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે ઉપસ્થિત રહ્યા હતા.

તેમણે દિવ્ય કલા મેળાના વિવિધ રાજ્યોના સ્ટોલની મુલાકાત લીધી હતી. આ મુલાકાતમાં તેમને વડોદરા ની દિવ્યાંગ યુવતીએ તેમનું દોરેલું પોર્ટ્રેટ સ્કેચ ભેટ આપ્યું હતું.

મેળાના વિવિધ સ્ટોલની મુલાકાત લીધા બાદ આ રામદાસ આઠવલે સમાપન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા અને સારી કામગીરી કરનાર દિવ્યાંગ વ્યક્તિઓને તેમજ દિવ્યાંગ નોકરી મેળવનાર યુવાનોને રોજગારી પત્રોનું વિતરણ કર્યું હતું.








Reporter: admin







