વડોદરા : શહેર-જિલ્લામાં આજે એક જ દિવસમાં સર્જાયેલા અલગ અલગ ત્રણ માર્ગ અકસ્માતોમાં પાંચ લોકોના મોત નિપજ્યા છે.
અમદાવાદ-મુંબઈ હાઈવે પર સર્જાયેલા અકસ્માતમાં એક વ્યકિતનું મોત નિપજ્યા બાદ સ્થાનિકોએ ચક્કજામ કરતા વાહનોની પાંચ કિમી લાંબી લાઈનો લાગી છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળ પર પહોંચ્યા છે અને વાહનવ્યવહાર પૂર્વવત કરવાના પ્રયાસ કરી રહ્યા છે. જ્યારે અન્ય બે બનાવમાં આજવા રોડ હરીદર્શન ટાઉનશીપ રોડ પર હિટ ઍન્ડ રનની ઘટનામાં ધોરણ નવમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું મોત નીપજ્યું છે. જ્યારે ત્રીજો બનાવ પાદરા- જંબુસર રોડ પર બન્યો છે જેમાં બાઈક અને ટ્રક વચ્ચે ટક્કર થતા ત્રણ લોકોના મોત નિપજ્યા છે.જીલ્લામાં બનેલ અકસ્માતમાં પાદરા જંબુસર હાઇવે પર ગવાસદ ગામ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાતા એક સાથે ત્રણ લોકોના ઘટના સ્થળ પર જ મોત નીપજ્યા છે.
આ અક્સ્માતમાં એક મહિલા અને બે નાના બાળકોના સ્થળ પર કરુણ મોત થયાં ચકચાર મચી જવા પામી છે. આ અક્સ્માત બાઈક અને ટ્રક ચાલક વચ્ચે થયો છે જેમાં માતા સહિત બે બાળકોના મોત નિપજ્યા છે.આ અકસ્માતની ઘટનામાં મૃતક શકુંતલાબેન પાટણવાડીયા (ઉંમર વર્ષ 31), ક્રિષ્નાબેન પાટણવાડીયા (ઉંમર વર્ષ 07 અને વૈષ્ણવીબેન પાટણવાડીયા (ઉંમર વર્ષ 3) નું ઘટના સ્થળે જ કમ કમાટી ભર્યું મોત નીપજ્યું હતું. આ બનાવમાં સુરેશભાઈ પાટણવાડીયા પશુપાલન અને મજૂરીનો વ્યવસાય કરે છે અને તેઓ પાદરા તાલુકાના સાંપાલા ગામના રહેવાસી છે. તેઓ બાઈક લઈને મોવેલ થી માલસર રોડ તરફ જતા હતા, તે દરમિયાન આઇસર ચાલકે ટક્કર મારી હતી જેના કારણે પરિવારના ત્રણ સભ્યોના મોત નિપજ્યા છે.
Reporter: admin