ડભોઇ તાલુકા પંચાયતના પ્રમુખ અને કોન્ટ્રાક્ટર વચ્ચેની મારામારીના મામલે પોલીસ ફરિયાદ

ડભોઇ તાલુકા પંચાયતના પ્રમુખ અને કોન્ટ્રાક્ટર વચ્ચે મારામારી થવાનો મુદ્દે હવે સળગ્યો છે. આ મામલે કોન્ટ્રાક્ટરે તાલુકા પ્રમુખ રાજન તડવી અને જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશ્વિન પટેલ સામે ફિયાદ નોંધાવતા ચકચાર મચી ગઇ છે. ઉપપ્રમુખ અશ્વિન પટેલે બે દિવસ ધમકી આપી હોવાનો ઉલ્લેખ પોલીસ ફરિયાદમાં કરાયો છે. આ મામલે કોન્ટ્રાક્ટર અંજેશ પટેલે પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે 21 તારીખે તે સાડા બાર વાગ્યે ડભોઇ તાલુકા પંચાયત કચેરી ખાતે ગયા હતા જ્યાં ડભોઇ તાલુકા પંચાયતના પ્રમુખ રાજેન તચુરભાઇ તડવી તે ઉભા હતા ત્યાં આવ્યા હતા અને કોઇ કારણવગર ઉશ્કેરાઇ જઇ તેની સામે બોલાચાલી કરી હતી અને તેમની માથે મારામારી કરી હતી.

તે વખતે નજીકમાં ઉભેલા તેમના ભાઇ વિરલ તથા ત્યાં ઉભેલા પ્રવિણ ઉર્ફે પિન્યુએ તેમને મારમાંથી છોડાવ્યા હતા. ત્યારબાદ રાજેન તડવી ત્યાંથી જતો રહ્યો હતો. બે દિવસ અગાઉ વડોદરા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશ્વિન છીતાભાઇ પટેલે તેમના ભાઇને ફોન કરીને કહ્યું હતું કે તારા ભાઇને કહી દે જે કે તેનો એક હાથ તુટેલો છેબીજા હાથ પગ હું બે દિવસમાં તોડાવી દઇશ. આવી ધમકી અશ્વિન પટેલે આપી હતી. રાજેને પણ તેમના કહેવાથી જ આ મારામારી કરી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરુ કરી હતી.

Reporter: admin







