સમા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે બરોડા ડિસ્ટ્રીક્ટ બાસ્કેટ બોલ એસોસિએશન, વડોદરા કોર્પોરેશન અને વીએમસી સ્પોર્ટસ પ્રમોશન ફાઉન્ડેશનના સહયોગથી પુરુષો અને મહિલાઓ માટે જિલ્લા કક્ષાની બાસ્કેટબોલ ટુર્નામેન્ટ યોજવામાં આવી હતી.

31 જુલાઇથી 3 ઓગષ્ટ સુધી આ ટુર્નામેન્ટ યોજાઇ હતી. આજે સમાપન કાર્યક્રમ યોજાયો હતો. આજે કોઠી કર્શરનો વિજય થયો હતો જ્યારે માંડવી મેવરીક રનર્સ અપ રહી હતી તથા સહજ પટેલને મેન ઓફ ધ મેચ તથા આયુષ સિંઘને બેસ્ટ શૂટર ઓફ ધ ઠુર્નામેન્ટનો એવોર્ડ અપાયો હતો જ્યારે ગર્લ્સ ટીમમાં નવલખી નિન્જાનો વિજય થયો હતો અને પાણીગેટ પેન્થર્સ રનર્સઅપ રહી હતી.

ખુશી શાહને મેન ઓફ ધ ટુર્નામેન્ટ ને ઝલક મહેતાને બેસ્ટ શૂટર ઓફ ધ ટુર્નામેન્ટનો એવોર્ડ અપાયો હતો. ટુર્નામેન્ટમાં પુરુષ વિભાગમાં 8 ટીમો અને મહિલા વિભાગમાં 6 ટીમોએ ભાગ લીધો હતો, આ ટુર્નામેન્ટમાં ખેલાડીઓ અને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
Reporter: admin







