વડોદરા કોર્પોરેશન, વીએમસી સ્પોર્ટ્સ ફાઉન્ડેશન અને બરોડા ડિસ્ટ્રીક્ટ બાસ્કેટબોલ એસોસિએશન દ્વારા સમા ઇન્ડોર સ્ટેડિયમ ખાતે 31 જુલાઇથી 3 ઓગષ્ટ સુધી પુરુષો અને મહિલાઓ માટે જિલ્લા કક્ષાની બાસ્કેટબોલ ચેમ્પિયનશીપની શરુઆત થઇ છે.
આ સ્પર્ધામાં પુરુષ વિભાગમાં 8 ટીમો અને મહિલા વિભાગમાં પણ 8 ટીમો વચ્ચે સ્પર્ધા યોજાશે. આ સ્મારકોને યાદ રાખવા તથા લોકપ્રીય બનાવવા ટીમોના નામ શહેરના હેરીટેજ સ્મારકોના નામ પર રખાયા છે. ટુર્નામેન્ટ કમ નોક આઉટ ધોરણે રમાશે અને વિજેતા તથા રનર્સ અપને ઇનામો તથા ટ્રોફી અપાશે
Reporter: admin







