વિશ્વાસ અને ભરોસો આપીને ડીઝલ બંને એજન્સીના સંચાલકે 10 દિવસની ક્રેડીટ મેળવી હતી
કનિષા એન્ટરપ્રાઇઝના મયંક પંચાલ અને નવ્યા કોર્પોરેશનના દર્શન પંચાલને કોર્ટે સજા ફટકારી..
શહેરના પાદરા રોડ પર સાંગમા પાસે આવેલા ખોડિયાર પેટ્રોલિયમના સંચાલક સાથે ક્રેડીટ પર ડિઝલ લઇ ગયા બાદ બે એજન્સીના સંચાલકોએ આપેલા ચેક રિટર્ન થયા હતા જેથી પેટ્રોલપંપ સંચાલકે બંને એજન્સીના સંચાલક સામે કોર્ટમાં ફરિયાદ કરતા કોર્ટે બંને એજન્સીના સંચાલકને 2 વર્ષની કેદની સજા ફટકારી હતી.
કનિષા એન્ટરપ્રાઇઝના મયંક પંચાલને 2 વર્ષની કેદની સજા
ધંધા માટે ડિઝલની જરુરીયાત હોવાનું જણાવીને ક્રેડીટ પર ડિઝલ લઇ ગયા બાદ ચેક રિર્ટન થતાં આખરે કેસ કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં કોર્ટમાં આરોપી પંચાલ મયંક સુમનભાઇ કનિષા એન્ટરપ્રાઇઝના માલિકને કલમ 138ના ગુના માટે 2 વર્ષ વર્ષની કેદની સજા ભોગવવાનો હુકમ કરાયો હતો. ઉપરાંત મયંક પંચાલને 11,77,000 રુપિયા ચેકની રકમની દોઢી રકમ હુકમના 30 દિવસમાં કોર્ટમાં જમા કરાવાની રહેશે અને જો નિષ્ફળ જશે તો આરોપી વિરુદ્ધ કાર્યવાહી કરી ફરિયાદીને વળતરની રકમ ચુકવાશે. મામલાની માહિતી મુજબ ફિયાદી ખોડીયાર પેટ્રોલીયમના માલિક યોગેશ પરસોત્તમભાઇ પરમારે મયંક પંચાલ સામે પાદરા કોર્ટમાં ચેક રિટર્નની ફરિયાદ કરી હતી. આરોપી અને ફરિયાદી વચ્ચે ક્રેડીટ પર ડિઝલની વેચાણની શરતો નક્કી કરીને એમઓયુ કરાયો હતો. ત્યારબાદ આરોપી તેના માણસો ક્રેડીટ પર ડિઝલ લઇ જતા હતા. જો કે 10-10-2022થી 20-10-2022ના ગાળામાં 1939135 રુપિયા ની માગણી કરતા આરોપીએ અલગ અલગ એમાઉન્ટના ચેક આપેલા હતા. જો કે ચેક ફંડ ઇનસફીસીયન્ટના શેરા વાળા મેમો સાથે પરત ફર્યા હતા તો ચેક પર ડ્રોઅર સિગ્નેચર ડીફરના શેરા સાથે પરત ફરેલ . ત્યારબાદ પણ આરોપીઓ નોટિસ આપવા છતાં પૈસા પરત કર્યા ન હતા. જેથી ફરિયાદીએ એનઆઇ એક્ટ 138 મુજબ દાદ માગતા અદાલતે આરોપી સામે હુકમ કર્યો હતો.
નવ્યા કોર્પોરેશનના દર્શન પંચાલને 2 વર્ષની કેદની સજા
ધંધા માટે ડિઝલની જરુરીયાત હોવાનું જણાવીને ક્રેડીટ પર ડિઝલ લઇ ગયા બાદ ચેક રિર્ટન થતાં આખરે કેસ કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં કોર્ટમાં આરોપી દર્શન ભીખાભાઇ પંચાલ નવ્યા કોર્પોરેશનના માલિક ને કલમ 138ના ગુના માટે 2 વર્ષ વર્ષની કેદની સજા ભોગવવાનો હુકમ કરાયો હતો. ઉપરાંત દર્શન પંચાલને 12 લાખ રુપિયા ચેકની રકમની દોઢી રકમ હુકમના 30 દિવસમાં કોર્ટમાં જમા કરાવાની રહેશે અને જો નિષ્ફળ જશે તો આરોપી વિરુદ્ધ કાર્યવાહી કરી ફરિયાદીને વળતરની રકમ ચુકવાશે. મામલાની માહિતી મુજબ ફરિયાદી ખોડીયાર પેટ્રોલીયમના માલિક યોગેશ પરસોત્તમભાઇ પરમારે દર્શન પંચાલ સામે પાદરા કોર્ટમાં ચેક રિટર્નની ફરિયાદ કરી હતી. આરોપી અને ફરિયાદી વચ્ચે ક્રેડીટ પર ડિઝલની વેચાણની શરતો નક્કી કરીને એમઓયુ કરાયો હતો. ત્યારબાદ આરોપી તેના માણસો ક્રેડીટ પર ડિઝલ લઇ જતા હતા. જો કે 10-10-2022થી 20-10-2022ના ગાળામાં 1957565 રુપિયા ની માગણી કરતા આરોપીએ અલગ અલગ એમાઉન્ટના ચેક આપેલા હતા. જો કે ચેક ફંડ ઇનસફીસીયન્ટના શેરા વાળા મેમો સાથે પરત ફર્યા હતા. જેથી ફરિયાદીએ એનઆઇ એક્ટ 138 મુજબ દાદ માગતા અદાલતે આરોપી સામે હુકમ કર્યો હતો.
Reporter: admin







