News Portal...

Breaking News :

કાળઝાળ ગરમીમા ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશન દ્વારા બાળકો ને પગરખા વીતરણ

2024-05-26 20:01:52
કાળઝાળ ગરમીમા ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશન દ્વારા બાળકો ને પગરખા વીતરણ


કાળઝાળ ગરમી પડી રહી છે. લોકો ગરમીથી બચવા ઠંડાપીણાનો સરાહો લઇ રહ્યાં છે. ત્યારે ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સત્તત બીજા વર્ષે ગોત્રી સરકારી દવાખાના સામે 'ઇન્દ્રપ્રસ્થ નું રસોડું' ખાતે છેલ્લા એક માસ થી દાતાઓ ના સહયોગથી નિઃશુલ્ક છાસ સેવા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે.


 જ્યાં રોજ ૩૦૦ લીટર મસાલા છાસ નું વીતરણ કરવામાં આવે છે. આ ઉપરાંત જરૂરિયાતમંદ બાળકો ને ચપ્પલ વિતરણ કરવામાં આવી રહયું છે. ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશન દ્વારા એક સપ્તાહ દરમ્યાન ઇન્દ્રપ્રસ્થ નું રસોડું અને ગ્રામ્ય વિસ્તાર મા અત્યાર સુધી ૨૫૦૦ થી વધુ ચપ્પલ ની જોડી વિતરણ કરવામાં આવી ચુકી છે. ઇન્દ્રપ્રસ્થ નું રસોડું ખાતે પગરખા સ્ટેન્ડ મુકવામાં આવ્યું છે. 


જ્યાં ચપ્પલ વગર ભોજન માટે આવનાર બાળક ને પહેલા ચપ્પલ આપવામાં આવે છે. ઉનાળા દરમ્યાન આ સેવા અવિરત કાર્યરત રહેશે.  સંસ્થા ના યુવાનો ની ટીમ વિવિધ ગ્રામ્ય મા જાતે જઈ બાળકો ને પગરખા પહેરાવી ઉનાળા મા ચપ્પલ વગર નહી ફરવા ની સમજ આપી રહયા છે.

Reporter: News Plus

Related Post