ગરીબ બાળકો પણ આનંદથી તહેવાર ઉજવી શકે તે આશય સાથે પતંગ, દોરી, પીપુડી, ચીક્કી વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું. જે આનંદ લેવામાં નથી મળતો તે આપવામાં જરૂર મળે છે.

જરૂરિયાતમંદોને મદદ એ જ તહેવારોની મજા છે. આપણા દેશમાં અનેક તહેવારો ઉજવાય છે. દિવાળી, હોળી પરંતુ બધા તહેવારોમાં બાળકોનો પ્રિય તહેવાર એટલે મકરસંક્રાંતિ. ઉત્તરાયણ પૂર્વ તૈયારી ચારે બાજુ જોવા મળે છે. જયારે શ્રમજીવી પરીવારનાં બાળકોને જમીન પર પડી ગયેલી પતંગો એકઠી કરતા જોયા હશે. ઘણા બાળકો પતંગ ખરીદી શકતા નથી. તેઓ જાનના જોખમે પતંગો એકઠી કરતા જોવા મળે છે. આવા બાળકો ઘણીવાર અકસ્માતનો ભોગ પણ બને છે.

ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશન (ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ) આવા બાળકોને તહેવારોની સાચી ખુશી અર્પણ કરે છે. સ્લમ વિસ્તારના બાળકો ઉત્તરાયણના દિવસે જ રંગબેરંગી સુંદર પતંગો ચગાવી શકે તે હેતુથી વિશેષ પતંગ વિતરણ કરવામાં આવ્યું હતું. ભુખ્યાને ભોજન પીરસવાના સંકલ્પ સાથે ગોત્રી સરકારી દવાખાના સામે કાર્યરત ઇન્દ્રપ્રસ્થ નું રસોડું પરથી આજૅ બાળકોને પતંગ અને પીપુડી, ચીક્કી નું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ઉતરાયણનાં દિવસે પણ વિતરણ કરવામાં આવનાર છે.








Reporter:







