સાવલી: તાલુકાના મંજુસર ખાતે આવેલ મારુતિ કોર્પોરેશન પ્રા લિ નામની ખાનગી કંપનીમાં આગ લાગી હતી.

મારુતિ કંપની સલ્ફર નામનું કેમિકલ ઉત્પાદન કરે છે.આગના પગલે વડોદરા થી ફાયર ફાઇટર અને મંજુસર જી આઈ ડી સી ના ફાયર ફાઇટરો કામે લાગ્યા હતા.આગના પગલે આજુબાજુની કંપનીના શ્રમીકોના જીવ પડીકે બંધાયા હતા.આગનું ચોક્કસ કારણ જાણવા નથી મળ્યું. તેમજ કોઈ જાનહાની ના અહેવાલ નથી.



Reporter: admin