વડોદરા : મસ યુનિવર્સિટીમાં ચાલુ વર્ષે આપવામાં આવેલી ડિગ્રીના કાગળ ખરાબ ગુણવત્તાવાળા હોવાનું માલૂમ પડે છે.
11 હજાર વિદ્યાર્થીઓને આપેલી ડિગ્રી લેમિનેશન ન કરાવે તો ફાટી જાય તેવા કાગળથી તૈયાર કરવામાં આવી છે. ગત વર્ષે આપવામાં આવેલી ડિગ્રી અને ચાલુ વર્ષે આપેલી ડિગ્રીના મટિરિયલમાં ફરક છે.મસ યુનિવર્સિટીમાં દર વર્ષે વિદ્યાર્થીઓને ડિગ્રી આપવામાં આવતી હોય છે, તેમાં જે કાગળ વાપરવામાં આવે છે તેની ગુણવત્તા આ વખતે યોગ્ય ન હોવાનું બહાર આવ્યું છે. ખૂબ જ ખરાબ મટિરિયલમાંથી ડિગ્રી તૈયાર કરવામાં આવી હોવાના વિદ્યાર્થીઓના આક્ષેપો છે. વિદ્યાર્થીઓના જીવનમાં સૌથી મહત્ત્વ ધરાવતા ડિગ્રી સર્ટિફિકેટ માટે વાપરવામાં આવેલો કાગળ ફાટી જાય તેવો છે.
ગત વર્ષે વિદ્યાર્થીઓને જે ડિગ્રી આપવામાં આવી હતી તેની ગુણવત્તા સારી હતી, તે કાગળ લેમિનેશન ધરાવતો હોય તે પ્રકારનો કાગળ ડિગ્રી માટે વાપરવામાં આવ્યો હતો.વિદ્યાર્થીઓના જણાવ્યા પ્રમાણે જો ડિગ્રી સર્ટિફિકેટને લેમિનેશન કરાવવામાં ન આવે તો તે ફાટી જાય તેમ છે. યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા ડિગ્રી સર્ટિફિકેટ યુનિવર્સિટી પ્રેસમાં છાપવામાં આવે છે ત્યારે ચાલુ વર્ષે યુનિવર્સિટી સત્તાધીશોની સૂચનાને પગલે કાગળનું મટિરિયલ વાપરવામાં આવ્યું છે. યુનિવર્સિટી પ્રેસ દ્વારા કોના કહેવાથી કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે તેના પર સવાલો ઊભા થયા છે.
Reporter: admin