News Portal...

Breaking News :

મંગળા આરતી બાદ ગબ્બર પર્વતથી અંખડ જ્યોત લઈ માતાજીના જયઘોષ સાથે શક્તિદ્વાર સુધી જ્યોત યાત્રા યોજ

2025-01-13 12:29:41
મંગળા આરતી બાદ ગબ્બર પર્વતથી અંખડ જ્યોત લઈ માતાજીના જયઘોષ સાથે શક્તિદ્વાર સુધી જ્યોત યાત્રા યોજ


અંબાજી :ભક્તિ અને આસ્થાનું પ્રતીક એવા અંબાજી મંદિરમાં આજે 13 જાન્યુઆરી પોષી પૂનમ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. 


વહેલી સવારે મંગળા આરતી બાદ ગબ્બર પર્વતથી અંખડ જ્યોત લઈ માતાજીના જયઘોષ સાથે શક્તિદ્વાર સુધી જ્યોત યાત્રા યોજાઈ હતી અને નિજ મંદિરે જ્યોત સાથે સમાવેશ કરવામાં આવી હતી. શક્તિદ્વાર પર મહાઆરતી બાદમા અંબા હાથી પર સવાર થઈને નગરની પરિક્રમા કરવા નીકળશે. ત્યારે મા અંબાના પ્રાગટ્ય દિવસના મહાઉત્સવમાં મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શનાર્થે ઊમટ્યા છે.ગુજરાત-રાજસ્થાન સરહદ પર સ્થિત આ યાત્રાધામ 51 શક્તિપીઠમાંનું એક આધ્યશક્તિપીઠ તરીકે જાણીતું છે. 


358 સુવર્ણ કળશથી શોભતા આ મંદિરને 'ગોલ્ડન ટેમ્પલ' તરીકે પણ ઓળખવામાં આવે છે.'બોલ મારી અંબે જય જય અંબે'ના નાદથી મંદિર ગુંજી ઊઠ્યું વહેલી સવારે યોજાયેલી મંગળા આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા. 'બોલ મારી અંબે જય જય અંબે'ના નાદથી સમગ્ર મંદિર પરિસર ગુંજી ઊઠ્યું હતું. મંદિરના ચાચર ચોકમાં મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આજે સવારે 8 વાગ્યે ગબ્બર પર્વતથી મા અંબાની અખંડ જ્યોત શક્તિદ્વાર સુધી લાવવામાં આવી હતી, ત્યારબાદ મા અંબા હાથી પર સવાર થઈને નગરની પરિક્રમા માટે નીકળ્યાં હતાં.

Reporter: admin

Related Post