આગામી બોર્ડની ધો.10 અને ધો.12 ની પરીક્ષા જે કેદી ભાઈ બહેન આપવાના છે

તેઓને આજીવન શિક્ષક શંકરલાલ ત્રિવેદીએ સ્વામી વિવેકાનંદજીના જન્મદિને જેલમાં જઈ સિનિયર જેલર વી.બી. બારીયા અને વેલફેર ઑફિસર મહેશભાઈ રાઠોડની ઉપસ્થિતિમાં પરીક્ષાર્થીઓને એક્ઝામ કીટનું અને સ્વામી વિવેકાનંદજી ની પુસ્તિકાનું વિતરણ કરી જણાવ્યું કે તમો ભૂતકાળ ભૂલી જવા શિક્ષણમાં જોડાઈ બોર્ડની પરીક્ષા આપો છો તે અભિનંદનને પાત્ર છે.
હવે આગામી સમયમાં સમાજના વર્તમાન પ્રવાહોની સાથે રાષ્ટ્ર નિર્માણમાં લાગી જવા અનુરોધ કર્યો. સિનિયર જેલર વિપુલભાઈ બારીયાએ પરીક્ષાર્થીઓને પરીક્ષાલક્ષી સામગ્રી આપવા બદલ આભાર માની કેદી ભાઈઓને ગત વર્ષની જેમ સારું પરિણામ લાવવા હાકલ કરી. વેલફેર ઑફિસર મહેશભાઈએ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરી આજીવન શિક્ષક કે જેવો બાળ કલ્યાણ સમિતિના ચેરમેન છે.
Reporter: admin







