આજે મળેલી મહાનગરપાલિકા અને સાંસદ તથા ધારાસભ્યોની સંકલન સમિતીની બેઠકમાં વિશ્વામિત્રી પ્રોજેક્ટનો મુદ્દો ચર્ચા સ્થાને રહ્યો હતો.

પાલિકા દ્વારા સાંસદ અને ધારાસભ્યોને વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત કરવામાં આવનારી વિવિધ કામગિરીનું પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું. મેયર અને ધારાસભ્યોએ પણ વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત પોતાના સૂચનો કર્યા હતા. સંકલન સમિતીની બેઠક બાદ સાંસદ ડો.હેમાંગ જોશીએ કહ્યું કે બેઠકમાં આગામી સમયમાં ગુજરાતમાં એલિમ્પીક યોજાવાની છે ત્યારે ઓલિમ્પીકની તૈયારીમાં વડોદરાના તમામ સ્પોર્ટસ સંકુલમાં સુવિધા કરવા અને વડોદરાને વધુ લાભ મળે તે માટે સૂચન કરાયું છે. ઉપરાંત ડોર ટુ ડોર માં થયેલા બાળકના મોત અંગે પણ રિવ્યુ કરીને ભવિશ્યમાં આવા કોઇ બનાવ ના બને તેની તકેદારી રાખવા જણાવાયું છે. આ સાથે વિશ્વામિત્રી પ્રોજેક્ટનું પ્લાનિંગનો તાગ મેળવી અમે કેટલાક સૂચનો કર્યા છે. ટીમ વીએમસીને અભિનંદન છે કે તેમના દ્વારા વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંગે ડિટેઇલ પૂર્વકનું પ્લાનિંગ થયું છે.મને આશા છે કે હવે નક્કર પરિણામ મળશે અને વડોદરામાં પૂર ઇતિહાસ થાય તે માટેનું કામ શરુ થયું છે. ભૂખી કાંસ સહિતની કાંસોનો પણ તેમાં પ્લાન છે. તમામ લાંબા ગાળાના ઉકેલ અને સૂચન તેમાં મુકાયા છે.
વિશ્વામિત્રી લઇને ચર્ચા થઇ છે. આવનારા પ્લાનની ચર્ચા થઇ છે. જુના બ્રિજના કારણે ફ્લો અટકે છે તેનું પણ સૂચન કર્યું છે. વડોદરા સમક્ષ પણ આ પ્રોજેક્ટ મુકવામાં આવે તેવું સૂચન છે. તેમણે અએમ પણ કહ્યું કે મને માહિતી છે કે શિક્ષણ સમિતીના કર્મચારીઓ સાથે ચેરમેનની બેઠક થઇ છે અને તેમાં સકારાત્મક ઉકેલ આવ્યો છે. તેમને ન્યાય મળે તેવી મને આશા છે.ઉપરાંત સયાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડીયાએ કહ્યું કે આજની સંકલન સમિતીની બેઠકમાં વિશ્વામિત્રી પ્રોજેક્ટ વિશે ઉંડાણપૂર્વક ચર્ચા કરાઇ છે. વિશ્વામિત્રીના કામોનો ખર્ચ સરકારે આપવાની વાત કરી છે, કોર્પોરેશન જેટલું ઝડપથી આગળ વધશે તેટલો સરકારનું બજેટ મળશે. તેમણે કહ્યું કે આ પ્રોજેક્ટનો ચોક્કસ સમય નથી . અલગ અલગ સમયે અલગ પ્રોજેક્ટ કરાશે અને 3થી 5 વર્ષમાં આ પ્રોજેક્ટનો ગાળો રહેશે. ગઇ સંકલનમાં આ વાત થઇ હતી. ગોત્રી શાક માર્કેટ ખસેડવાની વાત છે અને જેટકોને સુચના અપાઇ છે અને 150 કરોડનો પ્લોટ આપણે વાપરી શકીએ તેવા પ્રયાસ છે. પહેલા અંગ્રેજી માધ્યમની સ્કૂલ શરુ કરાઇ હતી અને નવી સ્કુલ બને તે માટે જમીન ફાળવવા કોર્પોરેશનને કહેવાયું છે. જો નવી જગ્યા ફાળવે તો શિક્ષણ સમિતીની એક્સક્લ્યુઝીવ સ્કૂલ બની શકે અને તેનું બિલ્ડીંગ ગુજરાત સરકાર બનાવશે. આજની સંકલન બેઠકમાં ધારાસભ્ય છાણીમાં નવી સ્કૂલ શરુ કરવાનો મુખ્ય મુદ્દો હતો. દશામા તળાવ પાસે ગાર્ડન ટાંકી સંપ અને તળાવ ડેવલપમેન્ટ સરકારે જમીન મફત કોર્પોરેશનને આપી છે ત્યારે ઝડપથી કામ આગળ વધે. ગોત્રી મેઇન શાક માર્કેટ ઝઢપથી શિફ્ટ થાય તથા મધુનગરના દબાણો તોડ્યા હતા તેમને ઘર ઝડપથી મળી જાય અને અન્ય દબાણો તોડવાની પણ ચર્ચા કરાઇ હતી. કેટલાક મુદ્દામાં વિશ્વામિત્રીનું ડિપનીંગ સહિત પૂરથી બચાવી શકાય અને કાંસોને છેક નદી સુધી લંબાવી ડિપનીંગ સહિતની ચર્ચા કરાઇ હતી અને પૂર કન્ટ્રોલના પેરામેટીર્સની વિસ્તૃત ચર્ચા કરાઇ હતી. રેઇન વોટરરિચાર્જ માટે પણ ચર્ચા થઇ હતી. આ અંગે કમિશનર દિલીપ રાણાએ કહ્યું કે આજે સંક્લન સમિતીની બેઠક મળી હતી. ધારાસભ્યોના વિકાસના કામો વિશે અમે ચર્ચા કરી હતી. ઉપરાંત વિશ્વામિત્રી અને પૂર કન્ટ્રોલ કરવાનું પ્રેઝન્ટેશન પણ કરાયું અને કાંસોની સફાઇ સહિતનું પ્રેઝન્ટેશન કરીને તેમના સૂચનો મેળવ્યા હતા
Reporter: admin