વડોદરા: શહેરના ની:સહાય માનવ કલ્યાણ સંઘ અને હરી સેવા ટ્રસ્ટના સહયોગથી પ્રજ્ઞાચક્ષુઓ અને દિવ્યાંગો ચીકી અને ફરસાણનું વિતરણ

વડોદરા : શહેરમાં કેવડા બાગખાતે ની:સહાય માનવ કલ્યાણ સંઘ અને હરી સેવા ટ્રસ્ટ સહયોગ દ્વારા દાતાઓની મદદથી અનેક સેવાકીય કાર્યક્રમો કરવામાં આવે છે ત્યારે આજરોજ ઉતરાયણ પર્વ નિમિત્તે અને તથા વધતા ઠંડીના પ્રમાણને અનુલક્ષીને પ્રજ્ઞાચક્ષુઓ અને દિવ્યાંગોને ધાબળા તેમજ ચીકી , મમરાના લાડુ અને ફરસાણનું દાન કરવામાં આવ્યું હતું

આ સમગ્ર કાર્યક્રમ દાતાઓની મદદથી કરવામાં આવ્યો હતો. તેમાં સૌ પ્રજ્ઞાચક્ષુઓ અને દિવ્યાંગો જોડાયા હતા અને આવી જ રીતે અનેક સેવાકીય કાર્યો કરતા રહે તેવા આશીર્વાદ આપ્યા હતા.






Reporter: admin