News Portal...

Breaking News :

પહોળા રસ્તાઓનો ગેરફાયદો .રસ્તા પહોળા કરવાથી ફાયદો થાય. ચક્કાજામ થવાની શક્યતા ઘટી જાય.

2024-06-15 10:07:05
પહોળા રસ્તાઓનો ગેરફાયદો .રસ્તા પહોળા કરવાથી ફાયદો થાય. ચક્કાજામ થવાની શક્યતા ઘટી જાય.



પહોળા રસ્તાઓનો ગેરફાયદો .. રસ્તા પહોળા કરવાથી ફાયદો થાય. ચક્કાજામ થવાની શક્યતા ઘટી જાય.વાહન ચાલકોને મોકળાશ હોય એટલે અકસ્માતની સંભાવનાઓ ઘટી જાય.ટુંકમાં,માર્ગ સલામતી વધે.


પરંતુ વડોદરામાં અને કદાચ ગુજરાતના બીજા શહેરોમાં પહોળા રસ્તાના ફાયદાની સાથે કેટલાક ગેરફાયદા થાય છે.તેના થી અકસ્માતની સંભાવના વધે છે.હાલમાં શહેરના ઘણાં રસ્તાઓ વોલ ટુ વોલ વિસ્તારવામાં આવ્યા છે.અગાઉ પણ આ કરવામાં આવ્યું હતું.આ રસ્તાઓ પર બંને તરફ ત્રણ ત્રણ લેનમાં વાહનો ચલાવીએ તો પણ જગ્યા વધે એટલી મોકળાશ છે,વાહન ચાલકોને હાશ છે.જો કે વાહન ચાલકો પૂરી નિરાંત અનુભવી શકે એમ નથી.કારણ કે રસ્તા પહોળા થવાથી વિપરીત દિશામાં થી રોંગ સાઈડ વાહન ચલાવનાર ને મઝા પડી ગઈ છે.પહોળા થયેલા રસ્તા પર ઉલ્ટી દિશામાં તેઓ હવે સડસડાટ વાહન દોડાવી શકે છે.કાર,સ્કૂટર,સ્કૂલ વાહન અને ટ્રકો પણ આ પહોળા રસ્તાની સુવિધાનો દુરુપયોગ કરે છે.તેના થી સૌ થી મોટું જોખમ રાહદારીઓ પર આવે છે.


લોકોમાં નિયમ પાલનની આળશ હદ બહાર વધી છે.સામેની બાજુએ જઈને સાચા રસ્તે વાહન ચલાવવાની કોઈને ફુરસદ નથી.સો બસો મીટર વધુ કાપીને કોઈને સલામત રીતે વાહન ચલાવવું નથી.ટ્રાફિક શિક્ષણ અને સંસ્કારનો આ અભાવ નિવારવા અમે પ્રયત્ન કરીશું એવી ખાતરી કે ગેરંટી,આ કે પેલો,કોઈ રાજકીય પક્ષ આપતો નથી.બીજું કે આટલા પહોળા રસ્તા બનાવ્યા પણ ફૂટપાથ બનાવવાની પાલિકાને આવડત નથી. ફૂટપાથ વગરના રસ્તા કદાચ વડોદરાની આગવી ખાસિયત બની શકે અને તેનો પ્રચાર કરીએ તો વિદેશીઓ જોવા આવે અને પ્રવાસન વધે.નાગરિકોને નિયમ પાળવા નથી અને કડકાઈ થી માર્ગ સલામતી ના નિયમોનું પાલન કરાવવાની રાજકીય ઈચ્છાશક્તિ નથી.એટલે પછી હતાશ ટ્રાફિક પોલીસ બધું રામભરોસે છોડે છે. રામભરોસે હિન્દુ હોટેલો હવે ક્યાંય જોવા મળતી નથી.પરંતુ રામભરોસે રસ્તા ઠેર ઠેર જોવા મળે છે.લોકોને રોકીને,દંડ કરીને રોજ તકરાર વહોરવા તંત્ર તૈયાર નથી.જે એકનું થશે એ સૌ નું થશે.એટલે ખોટી આદત છોડવાને બદલે લોકો અધિકારથી ખોટું કરે છે.કરવા દો ત્યારે.. આપણે શું..?

Reporter: News Plus

Related Post