News Portal...

Breaking News :

ગુજરાત રાજ્ય પોલીસ વિભાગમાં બિન હથિયારી આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટરની સીધી ભરતી બંધ

2024-08-03 19:37:05
ગુજરાત રાજ્ય પોલીસ વિભાગમાં બિન હથિયારી આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટરની સીધી ભરતી બંધ




ગાંધી નગર : ગુજરાત રાજ્ય પોલીસ વિભાગમાં બિન હથિયારી આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર, (વર્ગ-૩) (A.S.I.) સંવર્ગની ખાલી પડેલી જગ્યાઓની સીધી ભરતી રદ કરીને માત્ર બઢતી દ્વારા ભરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 
ખાલી પડેલી બિનહથિયારી બિન હથિયારી આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર (A.S.I.) જગ્યાઓ પર ભરતી કરવા માટે હેડ કોન્સ્ટેબલ સંવર્ગમાંથી યોગ્ય ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. આ પ્રક્રિયા 30 ઓગસ્ટ સુધી પૂર્ણ કરી દેવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ અંગે રાજ્યના તમામ પોલીસ વડાઓને 31 ઓગસ્ટ સુધીમાં કાર્યવાહીનો અહેવાલ મોકલી આપવા માટે સૂચના પણ આપવામાં આવી છે. 



તો બીજી તરફ ગુલાબસિંહ રાજપૂતે આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટરની સીધી ભરતી બંધ કરવાના સરકારના નિર્ણયને યુવાનો વિરોધી ગણાવતાં ટ્વિટ કર્યું છે. તેમણે ટ્વિટ કરીને જણાવ્યું છે કે અનુભવીઓને પ્રમોશન આપવા માટે ઘણી જગ્યાઓ ખાલી છે. ઘણા બધા પોલીસ કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલ ઘણા લાંબા સમયથી તેમના ઉપલા વર્ગના પ્રમોશનથી વંચિત છે.



ડાયરેક્ટ ભરતી બંધ કરી ગુજરાતના મેહનતકસ યુવાનો પાસેથી તક છીનવવાનો નિર્ણય ડાયરેક્ટ એ.એસ.આઇ વધુ પ્રમોશન મેળવીને ઉપરની કેડરને ખલેલ ન પહોંચાડે તેવા હેતુથી લેવાયેલ હોવાની પૂરી શક્યતા છે. આવા નિર્ણય ગુજરાતના સૂતેલા યુવાન માટે એલાર્મ સમાન છે.

Reporter: admin

Related Post