ભાજપના મહારથી પરાક્રમસિંહ સાથે છેતરપિંડી કરી વિદેશ ભાગેલા ભાજપના નેતા દિલીપસિંહે એકાએક શરણાગતિ કેમ સ્વીકારી?? તે પ્રશ્ન શહેરમાં ચર્ચાઇ રહ્યો છે કારણ કે નાટકીય રીતે પોલીસ સમક્ષ હાજર થયા બાદ તેને સમા પોલીસના ગુનામાં ધરપકડ કરાઇ હતી અને તેમાં પુછપરછ કરાયા બાદ તેની ક્રાઇમ બ્રાન્ચના ગુનામ પણ ધરપકડ કરાઇ હતી.
જો કે ક્રાઇમ બ્રાન્ચના ગુનામાં તેને રિમાન્ડ પુરા થતાં આજે કોર્ટમાં રજૂ કરીને જેલમાં મોકલી દેવાયો હતો અને ત્યાર બાદ સમા પોલીસમાં નોંધાયેલા ગુનામાં દિલીપસિંહને જામીન પણ મળી ગયા હતા. કરોડોની છેતરપીંડીના ગુનામાં સંડોવાયેલો દિલીપસિંહ ખરેખર કોઇ ગોડફાધર દ્વારા ગોઠવણ કરીને જ પોલીસ સમક્ષ હાજર થયો હોય તેવું હવે તો ખરેખર લાગી રહ્યું છે. હવે જો તેને ક્રાઇમ બ્રાન્ચના ગુનામાં પણ જામીન મળી જશે તો દિલીપસિંહ આઝાદ બની જશે. છેતરપીંડીના 2 ગુના ભાજપના નેતા દિલીપસિંહ ગોહિલ સામે નોંધાયા હતા અને તેમાં એક તો વળી ભાજપના જ કદાવર નેતા કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજા ફરિયાદી હતા. બીજો કેસ સુખલીપુરાના પુજારીએ નોંધાવ્યો હતો.
બંને ગુના બાદ દિલીપસિંહ વિદેશ ફરાર થઇ ગયો હતો. ઠગાઇ ની રકમમાંથી તે કેનેડા, થાઇલેન્ડ અને દુબઇ રખડ્યો હતો પણ સાથે સાથે તે વડોદરામાં પોતાના આકાઓના સંપર્કમાં પણ રહ્યો હશે તેવું હવે લાગો રહ્યું છે કારણ કે તે અચાનક જ અમદાવાદ એરપોર્ટ પર આવ્યો અને પોલીસે તેને પકડી લીધો હતો.ગોડ ફાધર વગર આ શક્ય જ ન હતું અને ત્યારબાદ પોલીસે રિમાન્ડ લીધા હતા. બંને કેસમાં પોલીસે તો મીડિયાને એવો જવાબ આપ્યો કે તે પોલીસને ગોળ ગોળ ફેરવે છે અને ચોક્કસ જવાબ આપતો નથી. ચેક ક્યાં ગયા, રોકડા ક્યા ગયા, આવી છેતરપીંડી બીજા સાથે કરી હતી કે કેમ તે સહિતના કોઇ જવાબો પોલીસે મિડીયાને ના મળ્યા હોવાનું જણાવ્યું હતું.
Reporter: admin







