નશામાં ધૂર્ત થઇ કારેલીબાગમાં અકસ્માત સર્જનાર રક્ષિત ચોરસિયાને દુનિયાએ કરોડો વાર નિહાળ્યો છતાં પોલીસ ઓળખપરેડ માટે બુરખો પહેરાવીને આજે નર્મદા ભુવનમાં લાવી હતી.

અકસ્માતનો વીડિયો અને તેમાં અનધર રાઉન્ડ અનધર રાઉન્ડ બોલીને રોફ બતાવતા રક્ષિતને સોશિયલ મીડિયાના માધ્યમથી કરોડો લોકોએ નિહાળ્યો છે અને જોઇ લીધો છે ત્યારે પોલીસ તેને આજે બુરખો પહેરાવીને નર્મદા ભુવન માટે લાવી હતી તેનો કોઇ અર્થ નથી. ઉલ્લેખનિય છે કે વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા મુક્તાનંદ સર્કલ પાસે હોળીની રાત્રે 13 માર્ચ, 2025ની રાત્રે નશામાં ચૂર કારચાલકે 8 લોકોને અડફેટે લઈને ફૂટબોલની જેમ ફંગોળ્યા હતા,

જેમાં હેમાલીબેન પટેલ નામની મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે તેમના પતિ પૂરવ પટેલને ગંભીર ઈજા થઈ હતી. આ ઘટનામાં એક બાળક-બાળકી સહિત કુલ 7ને ઈજા થઈ હતી. અકસ્માત બાદ આ અંગે પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે આરોપી કારચાલક રક્ષિત રવિશ ચૌરસિયા (વારાણસી, ઉત્તરપ્રદેશ)ની ધરપકડ કરી સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કર્યો હતો.

Reporter: admin