જૈનોમાં દેરાસરની ધજા ફરકાવવાના કાર્યને પુણ્યાનુબંધી પુન્ય ગણવામાં આવે છે આજે માગશર વદ અગીયારસ ના દિવસે રત્નત્રયીના ટ્રસ્ટીઓ દ્વારા ધજા ની સાલગીરી નો કાર્યક્રમ યોજાયો હતો.

આ અંગે માહિતી આપતા જાણિતા જૈન અગ્રણી તથા લફણી તીર્થના કૌશિકભાઇ શાહ છોટાઉદેપુર વાળા એ જણાવ્યું હતું કે દેશ ની નદીઓ ના પવિત્ર જળ તથા વિશેષ સંબંધી દ્રવ્યો તથા ઔષધીઓ લાવી ને વિશિષ્ટ અભિષેક કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ માટે વલ્લભસુરી સમુદાયના ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંધરસુરી મહારાજ ના આજ્ઞાનુંવર્તી પ્રવર્તક વિનોદ વિજયજી, ઉપાધ્યાય અનંતચંદ્ર વિજયજી તથા અરિહંત વિજયજી ઉગ્ર વિહાર કરી લફણી તીર્થ માં પહોચ્યા હતા એમ મનોજ કોચર તથા રાજેન્દ્ર બાગરેચા એ જણાવ્યું હતું. .

દરમિયાનમાં આત્મ વલ્લભ રત્નત્રયી આરાધના ટ્રસ્ટના મંત્રી દીપક શાહે જણાવ્યું હતું કે આજના કાર્યક્રમમાં ઈન્દ્ર પ્રદેશના જાણિતા સંગિતકાર ખાસ મંડળી સાથે મિતુલ બારીયા પધાર્યા હતા.અને સ્તવનોની રમઝટ બોલાવી હતું તથા વિધિકાર રમેશભાઈ બારીયા જૈને વિધિ વિધાન સાથે પરમાત્મા ની પુજા સંગીતના સથવારે ભણાવી હતી.દરમિયાનમાં અરિહંત વિજયજી એ જણાવ્યું હતું કે ૧૮ અભિષેક તથા ૧૭ ભેદી પુજા ના અંતે શાંતિ કળશ નું વિધિ વિધાન કરવામાં આવ્યું હતું.અને ૧૮ અભિષેક માં ઉપાધ્યાય અનંતચંદ્ર વિજયજી તથા વિનોદ વિજયજી મહારાજે વિશિષ્ટ મુદ્રાના દર્શન પ્રભુજીને કરાવ્યા હતા.તથા ધજા ને સુગંધિત વાસક્ષેપ સાધ્વીજી પુર્ણકલાજી , સોમ્યકલાજી , કુમુદકલાજી કાવ્યકલા શ્રીજી મહારાજે એ કર્યો હતો .એમ લફણી તીર્થના પુજારી અમીત બારીયા એ જણાવ્યું હતું.






Reporter: admin