લખનૌ: ગોમતીનગરમાં સ્થિત ઇન્ડિયન ઓવરસીઝ બૅંકમાં થયેલી ચોરી મામલે બે બદમાશોનું એન્કાઉન્ટર કરી દેવામાં આવ્યું છે.
એક બદમાશનું ગાઝીપુરમાં તો બીજાનું લખનૌમાં એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે. આ બંને બદમાશોનું એન્કાઉન્ટરમાં મોત થઈ ગયું છે. ગાઝીપુરમાં બિહારના નિવાસી બદમાશ સન્નીદયાળનું મંગળવારે સવારે એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું. બીજા બદમાશ સોબિંદ કુમારનું મોડી રાત્રે એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું. તે રામ મનોહર લોહિયા હૉસ્પિટલમાં સારવાર હેઠળ હતો. પરંતુ આજે સવારે તેનું પણ મૃત્યુ થઈ ગયું છે. આ બંને બદમાશો પર 25 હજાર રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું.
ચોરીની આ ઘટનાને 7 ચોરોએ અંજામ આપ્યો હતો. તેમાંથી હવે બે ના મોત થઈ ગયા છે. પોલીસની આગળની કાર્યવાહી ચાલું છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે બારા ચોકીના ઇન્ચાર્જે ચેકિંગ દરમિયાન બે મોટરસાઇકલ સવાર શંકાસ્પદોને અટકાવ્યા હતા. બંને ગભરાઈને બિહાર બૉર્ડર તરફ ભાગવા લાગ્યા હતા. ત્યારબાદ તેનું પોલીસ સાથે એન્કાઉન્ટર થઈ ગયું હતું. જ્યારે પોલીસે તેમનો પીછો કર્યો તો બદમાશોએ ફાયરિંગ શરુ કરી દીધું.
Reporter: admin