દિલ્હી : ઘઉંના ભાવમાં તોતિંગ વધારાના કારણે ઘઉંના લોટની કિંમત રૂ. 42 પ્રતિ કિગ્રાના સ્તરે પહોંચી છે. જે જાન્યુઆરી, 2009 કરતાં વધુ છે.
ઘઉંનું વાવેતર ઘટતાં સરકાર પાસે પણ ઘઉંનો સ્ટોક માગ કરતાં ઓછો છે. જેથી કિંમતોમાં વધારો થઈ રહ્યો છે. શહેરી ક્ષેત્રોમાં ખાદ્ય ચીજો પર ફુગાવો 11.1 ટકાના દરે વધ્યો છે. મોટાભાગની એફએમસીજી પ્રોડક્ટ્સના ભાવ વધ્યા છે.ખાણીપીણીની ચીજોના ભાવ વધતાં એફએમસીજી કંપનીઓ કિંમતોમાં વધારો તેમજ પ્રમાણમાં ઘટાડો કરી રહી છે.
જેના લીધે શહેરી વિસ્તારોમાં ઘરદીઠ ખર્ચ બે વર્ષમાં 13 ટકા વધ્યો છે. દેશભરમાં મોંઘવારીનું પ્રમાણ વધી રહ્યું છે. કંટારના રિપોર્ટમાં અનુમાન લગાવવામાં આવ્યું છે કે, હાલ મોંઘવારીમાં કોઈ રાહત મળશે નહીં. આગામી થોડા સમય સુધી કિંમતો વધવાની ભીતિ પણ વ્યક્ત કરી છે. આગામી વર્ષના પ્રથમ છ માસમાં મોંઘવારીનો દર વધવાની આશંકા છે.
Reporter: admin