News Portal...

Breaking News :

અઝરબૈજાન એરલાઇન્સનું વિમાન ધરાશયી: 40 વધુ મુસાફરોના મોત

2024-12-25 15:57:59
અઝરબૈજાન એરલાઇન્સનું વિમાન ધરાશયી: 40 વધુ મુસાફરોના મોત


અક્તાઉ: બુધવારે કઝાખસ્તાનના અક્તાઉ શહેરની નજીક અઝરબૈજાન એરલાઇન્સનું વિમાન ધરાશયી થયું હતું. કઝાખસ્તાનની ઈમરજન્સી મીનીસ્ટ્રી જણવ્યા અનુસાર પ્લેનમાં 72 લોકો સવાર હતાં. 


પ્રાથમિક અહેવાલો મુજબ 40 વધુ મુસાફરોના મોત થયા છે. અહેવાલ મુજબ ક્રેશમાં 25થી વધુ મુસાફરો બચી ગયા છે, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાંથી કેટલાકની હાલત નાજુક છે.રશિયન સમાચાર એજન્સીઓના અહેવાલ મુજબ અઝરબૈજાન એરલાઈન્સની ફ્લાઈટ J2-8243 રશિયાના બાકુથી ગ્રોઝની જઈ રહી હતી, પરંતુ ગ્રોઝનીમાં ધુમ્મસને કારણે તેને વાળવામાં આવ્યું હતું. જે લગભગ 1800 કિમી દૂર હતું. જો કે, પ્લેન અક્તાઉ ઇન્ટરનેશનલ એરપોર્ટની નજીક પહોંચ્યું ત્યારે ઈમરજન્સી લેન્ડીંગની રીક્વેસ્ટ કરી હતી.

Reporter: admin

Related Post