News Portal...

Breaking News :

કલેકટર બી. એ.શાહના અધ્યક્ષ સ્થાને વડોદરા જિલ્લામાં વહીવટી પ્રક્રિયાના વધુ સરળીકરણ માટે વિચાર વિ

2024-12-25 15:31:44
કલેકટર બી. એ.શાહના અધ્યક્ષ સ્થાને વડોદરા જિલ્લામાં વહીવટી પ્રક્રિયાના વધુ સરળીકરણ માટે વિચાર વિ



દેશના પૂર્વ પ્રધાનમંત્રી અને ભારત રત્ન સ્વ. અટલ બિહારી બાજપાઈજીની જન્મ જયંતીએ ઉજવાતા સુશાસન દિવસની વડોદરા ખાતે જિલ્લા કલેકટર બી. એ.શાહના અધ્યક્ષ સ્થાને ઉજવણી કરવામાં આવી હતી.


સુશાસન દિવસના અવસરની સાર્થક ઉજવણી કરતા જિલ્લા કલેકટરએ વહીવટી પ્રક્રિયાના વધુ સરળીકરણ અને સુધારા માટે જિલ્લાના અધિકારીઓના પ્રતિભાવો-સૂચનો મેળવી, તેમની સાથે સંવાદ સાધ્યો હતો. ઉપરાંત વહીવટી પ્રક્રિયાઓને વધુ શુદ્રઢ અને નાગરિક કેન્દ્રિત બનાવવા માટે પરામર્શ કર્યો હતો.કલેકટરએ વહીવટી પ્રક્રિયામાં પ્રજાકીય પ્રશ્નો અને મુશ્કેલીઓને મોટા પરિપ્રેક્ષ્યમાં અવલોકન કરવા અધિકારીઓને ઉદાહરણ સહિત પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું. 


તેમણે નાગરિકોના પ્રશ્નોનું સંતોષકારક સમાધાનને આવશ્યક ગણાવતા સતત લોકોના ફીડબેક મેળવવા ઉપર ભાર આપ્યો હતો.ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને રાજ્યકક્ષાના સુશાસન દિવસની ઉજવણીમાં વડોદરા કલેકટર કચેરીના સભાખંડ ખાતેથી જિલ્લા કલેકટર સહિત જિલ્લાના અમલીકરણ અધિકારીઓ વર્ચ્યુઅલી સહભાગી બન્યા હતા.સુશાસન દિવસની ઉજવણીમાં જિલ્લા વિકાસ અધિકારી મમતા હીરપરા, નિવાસી અધિક કલેકટર બી.એસ.પટેલ, પ્રાંત અધિકારીઓ સહિત જિલ્લાના અમલીકરણ  અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Reporter: admin

Related Post