દ્વારકા : ઓખા ખાતે આવેલી જેટી પર ક્રેન તૂટીને નીચે પડતા તેની નીચે દબાઈ જવાથી બે અને દરિયામાં પડી જવાથી એક એમ કુલ ત્રણ શ્રમિકોના મોત નીપજ્યા છે.
સમગ્ર ઘટનાની જાણ થતાં જ ઓખા જેટી ઉપર 108, ફાયર વિભાગ, પોલીસ તેમજ કોસ્ટગાર્ડની ટીમ દોડી આવી છે. ત્રણ લોકોના મૃતદેહને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તમામ ત્રણ મૃતકોની ઓળખ પણ થઈ ગઈ છે.મળતી માહિતી મુજબ, ઓખાની પેસેન્જર જેટી પાસે નવી જેટીનું કામ ચાલી રહ્યું હતું, તે દરમિયાન અચાનક જ ક્રેન તૂટી પડતા આ અકસ્માત સર્જાયો હતો. ઘટનામાં બે શ્રમિક ક્રેન નીચે દટાઈ ગયા હતાં અને એક શ્રમિક દરિયામાં પડી ગયો હતો.
ક્રેન નીચે દબાયેલા બંને શ્રમિકોનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, તેમજ અન્ય એક શ્રમિકને દરિયામાંથી રેસક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યો હતો. જોકે, તેને હોસ્પિટલ પહોંચાડવામાં આવે તે પહેલાં જ તેનું મોત નિપજ્યું હતું. મૃતક શ્રમિકની ઓળખ જીતેન કરાડી, અરવિંદ કુમાર અને નિશાંત સિંહ તરીકે થઈ છે. હાલ, તંત્ર દ્વારા તમામના મૃતદેહને નજીકની સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ ખાતે મોકલવામાં આવી છે.
Reporter: admin