અડદના પાપડ બનાવવા માટે 1 કિલો અડદનો લોટ, 25 ગ્રામ પાપડીયો ખારો, ચપટી હિંગ, 50 ગ્રામ મરીની દાળ, મીઠુ અને તેલ જરૂર પ્રમાણે જરૂરી છે.
એક વાસણમાં થોડુ પાણી લઇ તેમાં મીઠુ અને પાપડીયો ખારો ઉમેરી હુંફાડું ગરમ કરવું અને પાણી ગાળી લેવું. અડદના લોટમાં હિંગ અને મરીની દાળ ઉમેરી, ગરમ કરેલા પાણીથી પાણીથી કઠણ લોટ બાંધી લેવો અને તેને ટીપી નરમ કરવો. લોટનો મોટો લુઓ લઇ, તેલવાડો હાથ કરી બને હાથથી લોટને ખેંચી, તાણીને સુંવાળો બનાવવો જેથી પાપડ પોચા અને સફેદ બને છે.
હવે તેના લાંબા વાટા કરી, દોરી વડે બાંધી નાના ગુલ્લાં કાપવા. બધા ગુલ્લાંને તેલ વાળા કરી ઢાંકી દેવા. આરસાની આડની કે પાપડ વણવાના ડબ્બા ઉપર તેલ લગાડી પાતળા પાપડ વણી લેવા. પાપડને તડકે સૂકવવા અને થોડા લીલા હોય ત્યારે ભેગા કરી કપડાથી લૂછી લેવા. 10 થી 12 પાપડ ભેગા કરી વેલણ ફેરવી લેવું. એટલે પાપડ તૈયાર થઇ જશે.
Reporter: admin