News Portal...

Breaking News :

પાવાગઢ જૈન તીર્થ ખાતે આદિનાથ જિનાલય ની ધજા નો કાર્યક્રમ યોજાયો:

2024-05-10 14:56:39
પાવાગઢ જૈન તીર્થ ખાતે આદિનાથ જિનાલય ની ધજા નો કાર્યક્રમ યોજાયો:



પાવાગઢ જૈન તીર્થ ખાતે આદિનાથ જિનાલય ની ધજા નો કાર્યક્રમ યોજાયો. વલ્લભસુરી સમુદાય ના ત્રણ સાધ્વીજી ભગવંતો ના વર્ષી તપ ના  અનોખા શેરડી ના રસ થી ૪૦૦ દિવસ ના તપસ્વીઓને પારણા કરાવ્યા:::
જૈનો ના પહેલા તીર્થંકર ભગવાન આદિનાથ થી શરૂ થયેલ પરંપરા મુજબ જૈનો ૧૩ મહિના આને ૧૩ દિવસ નું તપ કરતાં હોય છે. પાવાગઢ તીર્થ ના મંત્રી તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે પાવાગઢ તીર્થ ખાતે આદિનાથ ભગવાન તથા શેરડી થી પારણાં કરાવતાં શ્રેયાસં કુમાર નું સુંદર જિનાલય મનહરભાઈ ભોગીલાલ શાહ પરિવાર દ્વારા બનાવવામાં આવેલા છે તેની આજે બિનિતા બેન તથા વિપુલભાઈ શાહે જિનાલય ની ધજા ચડાવી હતી.



દરમ્યાનમાં આજે અખાત્રીજ ના દિવસે સાધ્વી હ્રીં રત્નાશ્રીજી , ધ્યાન રત્ના શ્રીજી તથા 
પ્રજ્ઞરત્નાશ્રીજી મહારાજ સાહેબ ને તેમના પરિવાર તથા મુખ્ય લાભાર્થી મરુદુલાબેન શાંતિલાલ વૈદ પરીવાર ના શ્રેયસભાઈ તથા જીગરભાઈ શાહે શેરડીના રસ થી ત્રણેય સાધ્વીજી ભગવંતો ને પારણાં કરાવ્યા હતા. આજના કાર્યક્રમમાં સંગીતકાર અંજુબેન શાહે વર્ષીતપ ના ગીતોની રમઝટ બોલાવી હતી.



આજના કાર્યક્રમ માં પ્રવર્તક વિનોદ વિજયજી,૧૦૪ વર્ષ ના તપસ્વી મહારાજ વિનય રત્ન વિજયજી, સેવાભાવી પુર્ણચંદ્ર વિજયજી, વિશ્વેન્દ્ર વિજયજી  તથા અક્ષયરત્ન વિજયજી મહારાજ તથા સાધ્વીજી સમયજ્ઞાશ્રીજી,નય પ્રજ્ઞાશ્રીજી , પ્રશમરતનાશ્રી મહારાજે પાવાગઢ તીર્થ ના ભવ્યાતિભવ્ય પારણાં મહોત્સવ માં  નિશ્રા પ્રદાન કરી હતી એમ પાવાગઢ તીર્થ ના મંત્રી તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું.

Reporter: News Plus

Related Post