News Portal...

Breaking News :

દેવોના શિલ્પકાર અને સૃષ્ટિના સર્જનહાર ભગવાન વિશ્વકર્મા જયંતિ નિમિત્તે વાડી ભાટવાડા ખાતે વિશ્વ

2025-02-10 12:10:34
દેવોના શિલ્પકાર અને સૃષ્ટિના સર્જનહાર ભગવાન વિશ્વકર્મા જયંતિ નિમિત્તે વાડી ભાટવાડા ખાતે વિશ્વ


વડોદરા : મહા સુદ તેરસ, સોમવારને રોજ વિશ્વકર્મા જયંતીનો આજનો આ દિવસ ઉત્તમ ગણાય છે. 


સૃષ્ટિના રચયિતા અને દેવતાઓના શિલ્પકાર ભગવાન વિશ્વકર્મા બ્રહ્માંડના પ્રથમ આચાર્ય એંજિનિયરના રુપમાં પુજાય છે, સાથે આજે મિસ્ત્રી કામ કરનારા કારીગરો ભગવાન વિશ્વકર્મા ની પૂજા અર્ચના કરતા હોય છે. ત્યારે વડોદરા શહેર વાડી ભાટવાળા ખાતે આવેલ 75 વર્ષ જૂનું વિશ્વકર્મા મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. વહેલી સવારેથી જ ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું હતું. 


મંદિર પ્રશાસન દ્વારા આજે રક્તદાન શિબિર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અને બપોરે ૩:૩૦ કલાકે મંદિરના પ્રાંગણથી પાલખી યાત્રા કાઢવામાં આવશે. કહેવાય છે કે, ભગવાન વિશ્વકર્મા વિવિધ પ્રકારના અસ્ત્ર શસ્ત્રમાં પારંગત છે. વિશ્વની રચના તેઓએ જ કરી છે. શિવની કૈલાશપુરી, ઇન્દ્રની અમરાવતી, કુબેરની અલકાવતી, કાશીપુરી અને રાવણની લંકા સહિત વિશ્વકર્માની જ રચના છે. પુષ્પક વિમાન, સુદર્શન ચક્ર અને વૃંદાવનની રચના પણ ભગવાન વિશ્વકર્માએ જ કરી હોવાનું માનવામાં આવે છે.

Reporter: admin

Related Post