News Portal...

Breaking News :

ફાયરના જાદુઈ રમકડા લઇને ડે. સીએફઓ અમિત ચૌધરીને કોર્પોરેશનમાં બોલાવાયા.

2025-08-10 11:03:34
ફાયરના જાદુઈ રમકડા લઇને ડે. સીએફઓ અમિત ચૌધરીને કોર્પોરેશનમાં બોલાવાયા.


ચેરમેને સાધનો લઈ બોલાવ્યા હતા.. ડે, સીએફઓ
ખરીદી કરાઈ છે તે સાધનો જોવા માટે મંગાવ્યા હતા, ચેરમેન 
ફાયરબ્રિગેડનાં સાધનોની ખરીદી કૌભાંડમાં પાલિકાની ટેન્ડર કમિટી સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે.


ફાયરબ્રિગેડના ખરીદી કૌભાંડમાં સ્થાયી સમિતિના સભ્યો સામે પણ સવાલોનો મારો ચાલી રહ્યો છે. ફાયરબ્રિગેડનાં સાધનોની ખરીદી કૌભાંડમાં પાલિકાની ટેન્ડર કમિટી સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. બીજી તરફ સ્થાયી સમિતિના નવ સભ્યોએ આ કામને મંજૂરી આપી હોવાથી તેઓ સામે પણ શંકાની સોંય ચીંધાઈ રહી છે. દરમિયાન પાલિકામાં મળેલી સ્થાયી સમિતિની બેઠક પૂર્વે ભાજપ કાર્યાલયમાં મળેલી સંકલનમાં ફાયરબ્રિગેડનાં સાધનોની ખરીદીનો મુદ્દો ઊઠ્યો હતો. 

સમગ્ર રાજ્યમાં ચકચાર જગાવનાર ફાયરબ્રિગેડ સાધનો ખરીદી કૌભાંડમાં ત્રણ અધિકારીઓને સસ્પેન્ડ કરાયા છે. ત્યારે વિવાદ વધુ વકરવાની સાથે અને સ્થાયી સમિતિ પર શંકા ઉભી થઈ છે. તેવામાં સ્થાયી સમિતિનાં અતિ વિધ્વાન ચેરમેન ડો. શીતલ મિસ્ત્રીએ ડે. ચીફ ફાયર ઓફિસર અમિત ચૌધરીને ખરીદાયેલા સાધનોને લઈ બોલાવ્યા હતા. આ અંગે સ્થાયી સમિતિ ચેરમેન ડો. શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, ખરીદી કરાઈ છે તે સાધનો જોવા માટે મંગાવ્યા હતા. જેમાં સિસોટી, પાણીની બોટલ, મલ્ટી પર્પઝ ટુલ્સ જોયા છે. અગાઉ સ્પેસિફિકેશન હતા તે પ્રમાણે બેઝ રેટ બનાવી, તેના આધારે ટેન્ડરિંગ પ્રક્રિયા કરાવી હતી અને લોએસ્ટ ઇજારદારને કામ સોપાયું હતું.ઈનચાર્જ ડે. ફાયર ચીફ ઓફિસર અમિત ચૌધરીએ જણાવ્યું હતું કે, હાલમાં જે પ્રકરણ ચાલી રહ્યું છે, તેમાં ચેરમેને સાધનો લઈ બોલાવ્યા હતા. જેમાં ટોર્ચ, લાઈફ જેકેટ, દોરી અને સિસોટી સહિતના સાધનો લઈને આવ્યા હતા.

Reporter:

Related Post