News Portal...

Breaking News :

મંચ ઉપર લડાઈ પણ પડદાની પાછળ મિત્રતા

2025-08-10 11:02:44
મંચ ઉપર લડાઈ પણ પડદાની પાછળ મિત્રતા



વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન નાં માલિકીનાં પ્લોટ ઉપર કબજો જમાવનાર, અને પાલિકાને ગુજરાત હાઇકોર્ટમાં ઢસડી જનાર, ટીએમસીનાં સાંસદ સાથે પાલિકાના મહિલા કાઉન્સિલરોએ ફોટો પડાવવામાં અતિ ઉત્સાહ બતાવ્યો. 


કરોડોની કિંમતનાં મ્યુનિસિપલ પ્લોટ પર કબજો કરનાર TMC નાં સાંસદ સાથે ફોટો પાડતા કાઉન્સિલરો ચર્ચામાં.


આજકાલના કાર્યકરો પક્ષની વિચારધારાને સમર્પિત નથી. પોતાના વ્યક્તિગત,આર્થિક,રાજકીય સ્વાર્થ માટે ગમે તે હદ સુધી જઈ શકે છે





વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનાં માલિકીનાં પ્લોટ ઉપર કબજો જમાવનાર, અને પાલિકાને ગુજરાત હાઇકોર્ટમાં ઢસડી જનાર, ટીએમસીનાં સાંસદ સાથે પાલિકાના મહિલા કાઉન્સિલરોએ ફોટો પડાવવામાં અતિ ઉત્સાહ બતાવ્યો છે. વાત જાણે એમ છે કે પાલીકા કેટલાક કોર્પોરેટરો દિલ્હીની મુલાકાતે ગયેલા હતા અને ત્યાં તેઓ ટીએમસીના સાંસદ પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણને પણ મળ્યા. યુસુફ પઠાણ ભલે તેમની ક્રિકેટ કેરિયરમાં ચોક્કા છક્કા માટે જાણીતા હોય અને તેમની ક્રિકેટ કેરિયર બાબતે વડોદરા સહિત તમામ દેશવાસીઓ તેમના પ્રત્યે ગૌરવ અનુભવે તે સ્વાભાવિક છે પણ હાલ યુસુફ પઠાણ ટીએમસીના સાંસદ છે અને તેમનો મતવિસ્તાર પણ પશ્ચિમ બંગાળમાં આવેલો છે. વડોદરા સાથે તેમને કંઇ લાગતું વળગતું નથી. તેમની વિચારધારા અને ભાજપની વિચારધારા તદ્દન વિપરીત છે છતાં વિચારધારાને અવગણીને વડોદરાના કોર્પોરેટરો સાંસદ યુસુફ પઠાણને અતિ ઉત્સાહમાં આવીને મળવા ગયા હતા અને તેમની સાથે ફોટો પડાવ્યો હતો. યુસુફ પઠાણે કોર્પોરેશનના પ્લોટ પર જ ગેરકાયદેસરનો કબજો કરેલો છે તે આ ભાજપના કોર્પોરેટરો ભુલી જ ગયા હતા અથવા તેમણે યુસુફ પઠાણના આ કૌભાંડને છાવરવાનો જાણે કે પ્રયાસ કર્યો હતો. અને તેમણે યુસુફ પઠાણ સાથે ફોટા પણ પડાવ્યા હતા. નવાઇની વાત તો એ છે કે ફોટા પડાવનારામાં આ જે લોકો છે એ કોર્પોરેટર તો છે પણ સ્થાઈના સભ્યો પણ છે. સ્થાયીના સભ્ય હોવાના નાતે ફોટા પડાવનારા આ કોર્પોરેટરોની ફરજ હતી કે તેઓ કોર્પોરેશનના પ્લોટ અંગે યુસુફ પઠાણને રજૂઆત કરે. તેમણે પાલિકાનો પ્લોટ પાછા આપવાની કેમ માંગ ના કરી તે વડોદરાવાસીઓનો સવાલ છે. ફોટા પડાવનારા ભાજપના કોર્પોરેટર હતા અને ટીએમસી એમની સામે છતા પણ કોર્પોરેટરોએ એમની સાથે ફોટા પડાવ્યા.વડોદરાના સાંસદ હોય કે કોર્પોરેટર હોય. તેઓ યુસુફ પઠાણ સાથે કેમ પાલિકાના પ્લોટ વિશે વાત નથી કરતા. તે સવાલ છે. ટી એમ સી ના સાંસદ યુસુફ પઠાણે પાલિકાનો પ્લોટ પચાવી પાડ્યો છે તે આખું વડોદરા જાણે છે પણ આમ છતાં ફોટા પડાવનારા એક પણ કોર્પોરેટરે તેમને આ વિશે રજૂઆત પણ ના કરી દે તેમનું દોગલાપણું દર્શાવે છૅ 



ભાજપના મહિલા કોર્પોરેટરોનો વિરોધ પક્ષના સાંસદ સાથે સંપર્ક

ભાજપની અંદરના મતભેદો વચ્ચે, વડોદરા મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની મહિલા સભ્ય તેમજ સ્થાનિક ભાજપની મહિલા કોર્પોરેટરોએ ટીએમસી સાંસદ યુસુફ પઠાણ સાથે તસવીરો પડાવતાં પોતાનો રાજકીય ભાન ભૂલી જવા જેવો દૃશ્ય સર્જ્યો હતા.આ તસવીરોમાં ભાજપની જીતેલી પાંખમાંથી ચૂંટાયેલા મહાનગર પાલિકાના સ્ટેનિંગ કમિટીના સભ્યો રાજકીય મતભેદોને બાજુ પર મૂકી વિરોધ પક્ષના નેતૃત્વ સાથે મિત્રતાભરી પોઝમાં જોવા મળ્યા છે, જે ભાજપના આંતરિક શિસ્ત અને છબીને લઈને સવાલો ઊભા કરી રહ્યું છે.

દિલ્હી- દર્શનમાં ઉભી થયેલી ચર્ચા
વડોદરાના સાંસદ ડૉ.હેમાંગ જોશી હાલ દિલ્હીનાં સંસદ સત્રનામાં છે. અને વડોદરાના તમામ કોર્પોરેટરોને દિલ્હીની મુલાકાત માટે લઈ જવામાં આવ્યા છે. આ પ્રવાસ દરમિયાન મોજમસ્તી અને રાજકીય મળાપાટાની વચ્ચે આણંદનાં સાસંદ, હમીષાબેન ઠક્કર, જાગૃતીબેન કાકા સહિતના ભાજપના મહિલા કોર્પોરેટરો વિરોધ પક્ષના સાંસદ સાથે રાજકીય મતભેદોને ભુલીને તસવીરો પડાવતા જોવા મળ્યા. આ ઘટના રાજકારણમાં ‘મંચ પર લડાઈ, પણ પરદાની પાછળ મિત્રતા’ જેવા સંકેતો આપી રહી છે.

શહેરના રાજકારણમાં નવા પ્રશ્નો
આ તસવીરો વડોદરા શહેરમાં ચર્ચાનો મુખ્ય વિષય બની છે. ભાજપ અને ટીએમસી વચ્ચેના મૂળભૂત રાજકીય મતભેદો હોવા છતાં, આ પ્રકારના જાહેર સંપર્કો પક્ષની છબી પર અસરકારક છે કે નહીં તે મુદ્દે ચર્ચા થઈ રહી છે. વિપક્ષના નેતા સાથેની નજદીકી શું માત્ર સૌજન્ય છે કે તેની પાછળ કોઈ રાજકીય હિસાબ છુપાયેલો છે? એ મુદ્દે હવે સ્થાનિક સ્તરે ગરમાગરમ ચર્ચા શરૂ થઈ ગઈ છે.

Reporter:

Related Post