વડોદરા : શહેરમાં ઉમા ચાર રસ્તા વાઘોડિયા રોડ ખાતે ફરીથી એકવાર મસમોટો સ્માર્ટ ભ્રષ્ટાચારનો ભુવો જોવા મળ્યો હતો.
સામાજિક કાર્યકર પરમાર કમલેશ દ્વારા વધુમાં જણાવ્યું હતું કે વડોદરા શહેરમાં રોજેરોજ ભુવા પડી રહ્યા છે ત્યારે વડોદરા શહેરના મેયર કમિશનર ચેરમેન દ્વારા તાત્કાલિક ધોરણે આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવા જોઈએ અને અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ આ રોડનું નવીનીકરણ ટૂંક સમય પહેલાં જ કરવામાં આવ્યું હતું
પરંતુ હલકી ગુણવત્તાના મટીરીયલ વાપરવામાં આવ્યા હોય તેમ જણાઈ રહ્યું છે જેથી તાત્કાલિક ધોરણે આવા કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરીને દંડ વસૂલાત કરી બ્લેકલિસ્ટ કરવા જોઈએ તેવી સામાજિક કાર્યકર દ્વારા માંગ કરવામાં આવી હતી.
Reporter: admin