વડોદરા : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લિકર કૌભાંડ કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી ગઈ હતી. સુપ્રીમ કોર્ટે 177 દિવસ બાદ સીએમ કેજરીવાલને જામીન આપ્યા હતા. ત્યારે આજે સાંજે તેઓ તિહાર જેલથી મુક્ત થયા. અરવિંદ કેજરીવાલનું સ્વાગત કરવા પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને સાંસદ સંજય સિંહ સહિત આમ આદમી પાર્ટીના અનેક નેતાઓ જેલની બહાર પહોંચ્યા હતા. આ દરમિયાન આપના કાર્યકરોએ ‘કેજરીવાલ આ ગયે’ના નારા લગાવ્યા હતા ત્યારે વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા વડોદરા શહેર સયાજી ગંજ વિસ્તારમાં આવેલ ડેરી ડેન સર્કલ પાસે ફટાકડા ફોડી જશ્ન મનાવ્યો હતો સાથે મોઢું મીઠું કરાવ્યું હતું.
આ કાર્યક્રમમાં વડોદરા શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખ, કાર્યકર્તાઓ, મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા હતા.
...
Reporter: admin