વડોદરા: 10 સપ્ટેમ્બરના રોજ કોર્ટમાં સુનાવણી હોઈ હત્યાના આરોપી હાર્દિક પ્રજાપતિને પોલીસ જાપ્તા સાથે કોર્ટ પરિસરમાં રજૂ કરવામાં આવ્યો હતો.

ત્યારે આ કેસની મુદત પડી હોઈ કોર્ટ કાર્યવાહી બાદ પોલીસ કર્મચારીઓ આરોપીઓને લઈને કેન્ટીન પાસે થી હાર્દિક પ્રજાપતિને પોલીસ જાપ્તા સાથે ગઈકાલે કોર્ટમાં રજૂ કરાયો હતો. દરમિયાન કાર્યવાહી પૂર્ણ થયા બાદ પોલીસ કર્મચારીઓ તેને કેન્ટીનમાં લઈ ગયા હતા. ત્યાં પોલીસ કર્મચારી દુકાનદારને રૂપિયા ચૂકવતા હતા, તે દરમિયાન આરોપી નજર ચૂકવીને કેન્ટીનમાંથી બહાર આવ્યા બાદ કોર્ટના પાછળના દરવાજાથી ભાગીને સુરત પહોંચી ગયો હતો. પોલીસને અલગ અલગ ટીમો આરોપીને પકડવા એક્ટિવ થઈ હતી. જેમાં ક્રાઈમ બ્રાન્ચે સુરતમાંથી હત્યાના આરોપીને દબોચી લીધો છે.
Reporter: admin







